Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પ્રજાપતિ સમાજનુ સંમેલન : યુવાઓએ મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો

રાજકોટ : આમ આદમી પ્રાર્ટીના રાજકોટ ઝોન સંગઠન સચિવ અને પ્રજાપતિ સમાજના યુવા નેતા શ્રી રાજેશ સવનિયાએ તાજેતરમાં યોજાયેલાએ સમસ્ત પ્રજાપતિ સમાજના સ્નેહમિલનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સમાજના ૫૦૦ યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

આ પ્રસંગે સમાજના આગેવાન એવા દલસુખભાઈ પ્રજાપતિ, મોહનભાઇ વાડોલિયા, સુરેશભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રીમતી વીણાબેન પ્રજાપતિ, મનસુખભાઈ ધંધુકિયા, હરેશભાઇ મોરિધારા,  નરેશભાઈ પાતળિયા, નાનુભાઈ દેવળીયા, ગીરીશભાઈ દેવળીયા, દલાસુખભાઈ જગાણી, શ્રીમતિ અંજનાબેન મોરજરીયા, પ્રવીણભાઈ જેઠવા, વલ્લભભાઈ ભરડવા, વિઠ્ઠલભાઈ ગાધેર તેમજ અન્ય આગેવાનો અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં શ્રી રાજેશ સવનિયા તથા તેમના યુવા સાથીદારો જયસુખભાઈ વેગડ, ગીરીશભાઈ કોરિયા, વિપુલભાઈ સીંગડીયા, ભાવેશભાઈ ધોકીયા, શૈલેષ ભરડવા, હષમુખભાઈ પાણખાણીયા,  પાર્થભાઈ નેના, કપિલ જેઠવા,  કિશોરભાઈ ભરડવા સહિત બીજા ૫૦૦ યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. આ પ્રસંગે આ યુવાનોએ પ્રજાપતિ સમાજના હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને  વિજયભાઈ રૂપાણીને જંગી બહુમતીથી જીતાડવા માટેનો સંકલ્પ કર્યો હતો.

(4:04 pm IST)