Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સ્વામીનારાયણ સંતોના ડીએનએમાં સેવાભાવના છે

આત્મીય સંકુલમાં યુવા સત્સંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ઉદ્દબોધન

રાજકોટ, તા. ૭ : રાજકોટમાં પોતાના ઝંઝાવાતી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આત્મિય સંકુલ ખાતે યોજાયેલા યુવા સત્સંગ કાર્યક્રમમાં યુવાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજની યુવા શકિત દેશનું ભવિષ્ય બદલી શકવાની શકિત ધરાવે છે. યુવા પેઢી વિકાસ ઇચ્છી રહી છે અને ભાજપની સરકાર તેમનું સપનું સાકાર કરવા માટે કટિબધ્ધ છે. તેમણે કહ્યું હતું કે, સમાજમાં ફેલાયેલી બદીઓ દૂર કરવાનું કાર્ય સંતો કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુઃખી રહે છે. તેમના ડીએનએમાં સમાજનું ભલું કરવાની વૃત્ત્િ। છે.

શ્રી વિજયભાઈએ કહ્યું હતું કે, ગુજરાત વિકાસનું શ્રેષ્ઠ મોડેલ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા પ્રયાસોથી રાજયનું નામ વિશ્વમાં ગુંજી રહ્યું છે. ભાજપની વર્તમાન સરકાર આ પરંપરા આગળ વધારી રહી છે. આગામી પાંચ વર્ષમાં સરકાર વિકાસના અસંખ્ય કાર્યો દ્વારા રાજયને નમૂનેદાર બનાવવા માંગે છે.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના ઉદબોધનમાં સર્જિકલ સ્ટ્રાઈક, નોટબંધી, જીએસટી વગેરે પગલાંઓ દ્વારા દેશને અને લોકોને થયેલા ફાયદાઓની છણાવટ કરી હતી. સાથોસાથ મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, કિલન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં આત્મિય સંકુલના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને જીતના આશીર્વાદ આપ્યા હતાં. આ પ્રસંગે સ્વાધીત સ્વામી, ગુણગ્રહણ સ્વામી સહિતના સંતો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:02 pm IST)