Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કોર્પોરેશન દ્વારા ઘન કચરાના નિકાલની સાથે જ ખાતર પણ બને એવી વ્‍યવસ્‍થા

શહેરમાં જયાં જથ્‍થાબંધ માત્રામાં ઘન કચરો ઉત્‍પન્ન થાય છે ત્‍યાં સ્‍થળ પર જ તેનો નિકાલ થાય અને આ પ્રક્રિયાની જ એક બાયપ્રોડક્‍ટ રૂપે ખાતર પણ બને તેવી પ્રાયોગિક વ્‍યવસ્‍થાનું આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિદર્શન કરવામાં આવ્‍યું હતું તેમ મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું. SWM RULES-2016 શહેરમાંથી ઘન કચરાનો નિકાલ કરવો આવશ્‍યક છે ત્‍યારે શહેરમાંથી બલ્‍ક વેસ્‍ટ જનરેટર જેવા કે હોટેલો, રેસ્‍ટોરન્‍ટ, કેન્‍ટીન, વાડી, ધાર્મિક સ્‍થળો, શૈક્ષણીક સંકુલો, હોસ્‍ટેલ, માર્કેટ, હોકર્સ ઝોન અને સ્‍માર્ટ સોસાયટી વિગેરેમાંથી ઉત્‍પન્ન થતો ઓર્ગેનિક વેસ્‍ટ (ભીનો કચરો) સ્‍થળ પર જ નિકાલ થાય તેવી વ્‍યવસ્‍થા તેમનો કચરાની નિકાલ જે તે બલ્‍ક વેસ્‍ટ જનરેટર દ્વારા જાતે કરવાનો ફરજીયાત છે. જેને ઘન કચરાની ડીસેન્‍ટ્રલાઇઝડ પ્રોસેસિંગ પધ્‍ધતિ કહેવાય છે. જેના આયોજનનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાયોગીક ધોરણે આજથી શરૂ કરવામાં આવેલ છે. મોબીટ્રેશ વ્‍હીકલ જે તે જગ્‍યાએ જઈને ગાડીમાં મુકવામાં આવેલ ઓર્ગેનિક વેસ્‍ટ કન્‍વરટર મશીનમાં જ પ્રોસેસ કરી ખાતર બનાવાવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

 

 

(3:58 pm IST)