Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ડીઝલ એન્જીન-સબમર્શીબલ સહિતની સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓમાં ૨ ટકા એકસ્પોર્ટ ઈન્સેટીવ્ઝ નહી વધારાતા અન્યાય

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે કરેલી રજૂઆતોને મીનીસ્ટ્રીએ ધ્યાને ન લઈ અન્યાય કર્યોઃ શિવલાલ બારસીયા-વી.પી. વૈષ્ણવ

રાજકોટ, તા. ૭ :. મીનીસ્ટ્રી ઓફ કોમર્સ સબમર્શીબલ-ડીઝલ એન્જીન સહિતની સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ ઉપર ૨ ટકા એકસપોર્ટ ઈન્સેટીવ્સ વધારો નહી આપી અન્યાય કર્યો હોવાનું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શિવલાલ બારસિયા તથા માનદમંત્રી વી.પી. વૈષ્ણવે જણાવ્યુ હતું.

આ અંગે સંસ્થાની યાદીમાં જણાવાયુ છે કે, 'મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા જાહેર થયેલ પબ્લિક નોટીસ નં. ૪૪, તા. ૫-૧૨-૨૦૧૭ કે જેમાં દેશમાંથી નિકાસ થતી વિવિધ આઈટમો પર ૨ ટકા એકસપોર્ટ એન્સેટીવ્ઝ વધારવામાં આવી છે. તેમા સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતી આઈટમ્સનો સમાવેશ કરવામાં આવેલ નથી કેમ કે સૌરાષ્ટ્રમાં ઉત્પાદીત થતી મોટાભાગની ચીજવસ્તુઓ જેવી કે ડીઝલ એન્જીન તતા પાર્ટસ, સબમર્શીબલ પમ્પ તથા પાર્ટસ, ઈલેકટ્રીક કેબલ્સ અને કાસ્ટીંગ પાર્ટસ આમાંથી બાકાત રહેલ છે.

આ માટે પોલીસી ઘડતા પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અગાઉ ૨૭-૮-૨૦૧૫, ૩-૫-૨૦૧૬, ૨૯-૯-૨૦૧૬ અને ૩૦-૧૧-૨૦૧૭ના રોજ વિવિધ પત્રો દ્વારા મીનીસ્ટ્રી ઓફ કોમર્સને રજુઆતો કરેલ હતી. તેમ છતાં મુખ્ય આઈટમોનો ૨ ટકા વધારા માટે સમાવેશ થયેલ નથી. આમ સૌરાષ્ટ્રમાં ઉપ્તાદીત વસ્તુઓમાં અન્યાય થયેલ છે. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસીયા તથા મંત્રી વી.પી. વૈષ્ણવે જણાવેલ હતું.

(3:53 pm IST)