Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રાજકોટ રેલ્વે પોલીસે ટ્રેનમાંથી મળેલો મોબાઇલ મુળ માલિકને પરત કર્યો

રેઢા મળેલા ફોનમાંથી નંબર ડાયલ કરતાં હરેશભાઇએ ફોન સુરત રહેતાં પોતાના બહેનનો હોવાની ખાત્રી કરાવી

રાજકોટઃ જામનગરની ટ્રેન નં. ૧૯૨૧૭ માં ગઇકાલે ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ શિવશંકર શર્મા તથા કોન્સ. વૃજભુષણ ચોૈધરીને ટ્રેનમાં ચેકીંગ વખતે સ્લીપર કોચ નં. એસઇ-૧ બર્થ નં. ૯ પરથી એમઆઇ કંપનીનો રૂ. ૧૨ હજારનો મોબાઇલ ફોન રેઢો મળ્યો હતો. આસપાસની સીટ પર બેઠેલા યાત્રીઓને આ બાબતે પુછોપરછ કરવામાં આવી હતી. પરંતુ કોઇનો મોબાઇલ ન હોઇ મળેલા ફોનમાંથી જ ેઅક નંબર ડાયલ કરતાં હરિશભાઇ નામની વ્યકિતએ ફોન રિસીવ કર્યો હતો. તેણે આ ફોન પોતાના સગા પ્રફુલાબેન રમેશભાઇ શાહનો હોવાનું અને તેણે સુરતથી વિરમગામ સુધી બર્થ નં. ૯, ૧૨ પર યાત્રા કરી હોવાનું અતે તેો સુરત અઠવા લઇાન અજમેરા એપાર્ટમેન્ટ રૂ. ૬૦૨માં રહેતાં હોવાનું કહેવાતાં રેલ્વે પોલીસે ઓળખપત્રને આધારે ખરાઇ કરી હરિશભાઇ હિમતલાલ મહેતાને જામનગર ખાતે ફોન પરત આપ્યો હતો. તેમણે આરપીએફ ટ્રેન એસ્કોર્ટ પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.

(3:50 pm IST)