Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અપક્ષ નારણભાઇ વકાતર અને સેંકડો કાર્યકરોનો વિજયભાઇ રૂપાણીને ટેકો જાહેર :કેસરી ખેસ ધારણ

માલધારી સમાજનો એક મત વ્યર્થ નહીં જવા દઇએ : કાટોળીયા - ચૌહાણ

રાજકોટ તા. ૭ : વિધાનસભાની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર અપક્ષ નારણભાઇ માંડણભાઇ વકાતરે ૧૫૦ થી વધુ કાર્યકરો સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમર્થનમા ટેકો જાહેર કરી ભાજપનો કેસ ધારણ કરેલ છે.

'અકિલા' ખાતે તેઓએ જણાવેલ કે ભાજપ સરકારે માલધારી સમાજના પ્રશ્નોને હંમેશા વાચા આપી છે. વિજયભાઇએ માલધારી સમાની બે ગર્લ્સ હોસ્ટેલ અને એક બોયઝ હોસ્ટેલને ગ્રાન્ટેડ કરી હતી. ઉપરાંત રૈયા ગમમાં મચ્છુ માતાજી એજયુકેશન ટ્રસ્ટની જગ્યા માલધારી સમાજના નામે કરી ૩૫ વર્ષ જુની માંગણી પુરી કરી છે.

એટલુ જ નહીં એનીમલ હોસ્ટેલ પણ બનાવી છે અને ગોપાલક વિકાસ નિગમમાં દિનેશભાઇ ટોળીયાની વાઇસ ચેરમેન પદે નિમણુંક કરેલ.  પ્રથમ નાગરીક મેયર તરીકે માલધારી સમાજના શ્રીમતી રક્ષાબેન બોળીયાની નિમણુંક કરવામાં આવી. આમ માલધારી સમાજ હંમેશના માટે તેમનો ઋણી બન્યો છે.

નારણભાઇ વકાતરને આ બધી માહીતીથી દિનેશભાઇ ટોળીયા, જીતુભાઇ કાટોળીયા, બીજલભાઇ ટારીયા, નાજાભાઇ ટોળીયા, દીલીપભાઇ બોરીચા, રાજુભાઇ જાપડાએ માહીતગાર કરતા તેઓએ ભાજપને ટેકો જાહેર કરેલ અને વોર્ડ નં. ૧ ના કાર્યાલયમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

તસ્વીરમાં નારાણભાઇ માંડણભાઇ વકાતર સાથે જીતુભાઇ કાટોળીયા, દિલીપભાઇ બોરીચા, રાજુભાઇ જાપડા, બીજલનભાઇ ટારીયા, નાજાભાઇ ટોળીયા  વગરે નજરે પડે છે.

(3:47 pm IST)