Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

આશાપુરાનગરમાં ફાયનાન્સરના ઘરમાં ક્રાઇમબ્રાંચનો દરોડોઃ જુગાર રમતા ૮ પકડાયા

મકાનમાલીક લકધીરસિંહ, તથા મેહુલ, રાજેશ, ઘોઘુભા, મુકેશ,રજની, નીરંજન તતા અશ્વીનની ધરપકડ

રાજકોટ તા.૭: કોઠારિયા રોડ હુડકો પાછળ આશાપુરાનગરમાં ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે ફાયનાન્સરના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ આર.સી.કાનમીયા તથા જગમાલભાઇ, સંતોષભાઇ મોરી, કુલદીપસિંહ, મયુરભાઇ પટેલ, કૃપાલસિંહ તથા રવિરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કોઠારિયા રોડ હુડકો પાછળ આશાપુરાનગર શેરી નં.૧૬માં રહેતા લકધીરસિંહ જુવાનસીહં વાળા (ઉ.વ.૩૧)ના મકાનમાં દરોડો પાડી તીન પત્તીનો જુગારરમતા આશાપુરાનગરમાં રહેતા મેહુલ વકાણભાઇ કાંજીયા (ઉ.વ.૩૫), રાજેશ ગોબરભાઇ ખસીયા (ઉ.વ.૪૧) ઘોઘુભા બાલુભા વાળા (ઉ.વ.૪૫) મુકેશ લક્ષ્મીદાસભાઇ કોટક (ઉ.વ.૫૪), રજની મગનભાઇ પાઉ (ઉવ..૪૫), નીરંજન ગુલાબભાઇ ગોસ્વામી (ઉ.વ.૫૯) અને અશ્વીન શાંતીલાલ ભુવા (ઉ.વ.૫૧)ને પકડી લઇ રૂ.૧૭,૦૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(1:11 pm IST)