Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હરિવંદના અને માતૃમંદિર કોલેજ દ્વારા રાજયકક્ષાની ગોષ્ઠી

રાજકોટ :  હરિવંદના કોલેજ તથા માતૃમંદિર કોલેજના સંયુકત ઉપક્રમે રાજયકક્ષાની એક ગોષ્ઠીનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું ગુજરાતની અલગ અલગ કોલેજોના ૧પ૦ થી વિદ્યાર્થીઓ માટે સોેનીર સવાર લાવી. આ દિવસે હરિવંદના કોલેજ તથા માતૃમંદિર કોલેજના સંયુકત ઉપક્રમે રાજય કક્ષાની હાઇટેકવીઝન ગોષ્ઠીમાં ડો. ગીરીશભાઇ ભિમાણી (સીન્ડીકેટ સભ્ય, ડીનશ્રી, વિજ્ઞાન વિદ્યાશાખા-ડો. કિશોરભાઇ આટકોટીયા, ડો. મહેશભાઇ ચોહાણ ચેરમને, હરિવંદના ટ્રસ્ટ, ડો. અશ્વિનભાઇ રાઠોડ (આઇ.ટી. વિભાગના અક્ષિકબ, તથા ડો. રવિભાઇ ધાનાણી (અધિક્ષક, માતૃમંદિર કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.  ગોષ્ઠી કાર્યક્રમમાં વકતા તરીકે ડો. સમીરભાઇ પટેલ (પ્રાધ્યાપક, પંડીત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી) ડો. વિભાગબેન પટેલ (પ્રાધ્યાપક, વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ) તથા ડો. એમ.ટી. સાવલીયા (પ્રાધ્યાપક, વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ) ઉપસ્થિત રહ્યા.  સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હરિવંદના કોલેજના ડો. અશ્વિનભાઇ રાઠોડ તથા માતૃમંદિર કોલેજના વિજયભાઇ ગઢીયા સાથે હરિવંદના કોલેજના અધ્યાપક રોનકભાઇ ગોડાની અધ્યક્ષતા હેઠળ અલગ અલગ સમિતિથી જોડાયેલા તમામ અધ્યાપકોઓ જહેમત ઉઠાવી હતી.

(1:11 pm IST)