Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રાજકોટની બેઠકોનું ભાવી યુવાનોના હાથમાં: ૧૦લાખથી વધુ મતદારો

રાજકોટ પુર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ તથા રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતની આઠ બેઠક પર કુલ ૨૦.૬૪ લાખ મતદારોઃ રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ ૧૮ થી ૩૯ વયનાં ૧.૬૪ લાખ મતદારો ૫૪,૦૯૭ યુવા મતદારો પ્રથમ મતાધિકારનો ઉપયોગ કરશે

 રાજકોટ,તા.૬: રાજકોટ શહેર-જીલ્લાની આઠેય બેઠકમાં માત્ર ૩પ વર્ષની વય જૂથનાં મતદારોની સંખ્યા જોઈએ તો પણ યુવા મતદારોનો કેવો દબદબો ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણીમાં રહેશે તેનો અંદાજ આવી શકે છે. ચૂંટણી પંચના સતાવાર આંકડા મુજબ ૨૦,૬૪, ૭૫૯ મતદારો છે તેમાં ૧૮ થી ૩૯ વર્ષની વય જૂથનાં ૧૦,૪૩,૯૦૯ લાખ મતદારોની સંખ્યા છે. જેમાંથી ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણીમાં પહેલી જ વાર મતાધિકારનો ઉપયોગ કરનાર છે તેવા ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથનાં  ૫,૦૬,૫૨૨ મતદારો છે. આમ રાજયમાં કુલ મતદારોમાં  વર્ષની વય જૂથનાં મતદારોની ટકાવારી જ ૫૦ ટકાની ઉપર થાય છે. ચૂંટણી પંચે રાજયમાં તા. ૧ લી જૂલાઈથી રપ ઓકટોબર ર૦૧૭ સુધી મતદાર નોંધણી માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું.

યુવા મતદારોની સંખ્યા વધી રહી છે તેની સાથે યુવા મતદારોમાં જાગૃતિ પણ આવી છે. સોશિયલ મીડિયા જેવા માધ્યમોનાં કારણે આજનો યુવાન રાજકીય પક્ષો અને ઉમેદવારોનાં દરેક પાસાઓનો અભ્યાસ કરતો થઈ ગયો છે. યુવા મતદારોનાં હાથમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાની માસ્ટર કી છે. ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં યુવા મતદારો કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષનું ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યુવા મતદારોની આ તાકાતને રાજકીય પક્ષો સારી રીતે જાણી ચૂકયા છે. સભાઓમાં અને ચૂંટણી ઢંઢેરામાં યુવાઓને ખાસ મહત્વ આપ્યુ હતુ અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી યુવા મતદારો સાથે નાતો જોડયો હતો અને તેમાં તે સફળ થયા હતા. ગુજરાતમાં ડિસેમ્બર ર૦૧૭ની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં હવે બન્ને યુવા મતદારોનાં મહત્વને સમજી ચૂકી હોય યુવાઓને આકર્ષવા રણનીતિઓ દ્યડીને આગળ વધી રહી છે.  આગામી ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના પહેલા તબક્કા માટે પહેલા તબક્કાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કુલ ૮૯ બેઠક માટે આગામી તા.૯ ડિસેમ્બરનાં ચૂંટણી યોજાશે. શહેર-જીલ્લાની કુલ આઠ બેઠક પરના યુવા મતદારોની વિગત જોતા ૫.૦૬ લાખથી વધુ મતદાર નોંધાયા છે.

આ અંગે  રાજકોટ પુર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ તથા રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતની આઠ બેઠક પર ૧૦,૭૬,૬૫૪ પુરુષ મતદાર,  સ્ત્રી મતદાર ૯,૮૮,૦૮૯ મળીને કુલ ૨૦,૬૪, ૭૫૯  મતદાર નોંધાયા છે. જેમાં ૧૮ થી ૩૯ સુધીનાં યુવા મતદારો ૫,૦૬,૫૨૨ છે અને સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં ૧,૬૪,૪૧૨ યુવા મતદારો છે. જયારે ૧૮ થી ૧૯ વર્ષનાં ૫૪,૦૯૭ મતદારો છે. પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં ૮,૪૩૪ મતદારો છે.

કઇ બેઠકમાં ૧૮થી ૧૯ વયના મતદારો

બેઠક

સંખ્યા

રાજકોટ પૂર્વ

૬૩૭૦

રાજકોટ દક્ષિણ

૫૧૩૦

રાજકોટ પશ્ચિમ

૭૩૧૧

રાજકોટ ગ્રામ્ય

૮૪૩૪

જસદણ

૭૦૪૫

ગોંડલ

૬૦૫૫

જેતપુર

૬૯૫૫

ધોરાજી

૬૭૯૭

કઇ બેઠકમાં ૧૮થી ૩૯ વયના મતદારો

બેઠક

સંખ્યા

રાજકોટ-૬૮

૧,૪૩,૪૫૮

રાજકોટ-૬૯

૧,૪૮,૦૧૫

રાજકોટ-૭૦

૧,૧૮,૮૪૧

રાજકોટ-૭૧

૧,૬૪,૪૧૨

જસદણ

૧,૨૨,૯૨૯

ગોંડલ

૧,૦૫,૫૯૬

જેતપુર

૧,૨૫,૪૪૦

ધોરાજી

૧,૧૫,૪૧૮

(12:04 pm IST)