Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

માહી મિલ્કને કવોલિટી એકસેલન્સ એવોર્ડ એનાયત

રાજકોટ : દુધ ઉત્પાદન ક્ષેત્રે માહી મિલ્ક પ્રોડયુસર કંપનીની યશકલગીમાં એક વધુ પીચ્છુ ઉમેરાયું છે. પ્રતિષ્ઠિત સંગઠન 'ઇન્ટરનેશનલ એચીવર્સ કોન્ફરન્સ' દ્વારા સમગ્ર દેશમાંથી આવેલા વિવિધ નામાંકનોમાંથી માહી ડેરીને દુધ તેમજ દુધની વિવિધ બનાવટોની ઉત્તમ ગુણવત્તા જાળવી રાખવા બદલ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ સેમીનારમાં 'કવોલીટી એકસીલન્સ એવોર્ડ' પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ રીસર્ચ એસો. (ઇડરા), ઓલ ઇન્ડિયા એચીવર્સ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ એચીવર્સ કોન્ફરન્સના સંયુકત ઉપક્રમે યોજાયેલ સમારોહ દરમિયાન માહી કંપનીના ડે. ચીફ એકઝીકયુટીવ ડો. સંજય ગોવાણી અને કવોલીટી વિભાગના હેડ પ્રદિપ દાસને આ એવોર્ડ એનાયત કરાયો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(12:01 pm IST)