Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

માસ્તર સોસાયટીમાં એકટીવાની ઠોકરે મહેશભાઇ ડાભીનો પગ ભાંગી ગયો

બાઇક સાથે એકટીવા અથડાવી ચાલક ભાગી ગયાની ફરિયાદ

રાજકોટ તા. ૭: ગોંડલ રોડ પુનિતનગર સોસાયટી પાસે ગોકુલનગર-૧માં રહેતાં મહેશભાઇ અરજણભાઇ ડાભી (ઉ.૫૫) નામના રજપૂત પ્રોઢ પોતાનું હોન્ડા જીજે૩બીડી-૯૧૦ હંકારીને માસ્તર સોસાયટી મેઇન રોડ પરથી કાલાવડ રોડ તરફ જઇ રહ્યા હતાં ત્યારે એકટીવા જીજે૩જેજી-૯૫૩૩ના ચાલકે અકસ્માત સર્જતા મહશેભાઇ બાઇક પરથી ફંગોળાઇ જતાં જમણા પગના ગોઠણનો ગોળો ભાંગી જતાં સારવાર માટે દાખલ કરાયા છે.

બનાવ અંગે ભકિતનગરના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ભદ્રેશાએ મહેશભાઇની ફરિયાદ પરથી એકટીવા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

(11:35 am IST)