Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રાજદિપ સોસાયટીનો યતીન ઉર્ફ લાલો ૩૯ બોટલ દારૂ સાથે પકડાયો

તાલુકા પોલીસનો દરોડોઃ રાજેશ પ્રજાપતિનું નામ ખુલ્યું

રાજકોટ તા.૭: મવડીની રાજદીપ સોસાયટી-૪માં રહેતાં યતીન ઉર્ફ લાલો હેમતભાઇ રાઠોડ (ખવાસ) (ઉ.૨૮)ને રૂ. ૧૧૭૦૦ના ૩૯ બોટલ દારૂ સાથે પકડી લેવાયો છે. પુછતાછમાં તે આ દારૂ રાજેશ પ્રજાપતિ પાસેથી લાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પી.આઇ. વણઝારાની રાહબરી હેઠળ તાલુકા પીએસઆઇ એન. બી. ડામોર, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, વી.એમ. જાડેજા સહિતના આ કામગીરીમાં જોડાયા હતાં. પકડાયેલો યતીન કારખાનામાં કામ કરે છે.

(11:34 am IST)