Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

માતા અને ભાઇના વિયોગમાં કેવડાવાડીના હિરેને દવા પીધી

પિતાની બિમારીની દસેક ટીકડીઓ પી ગયો

રાજકોટ તા. ૬: કેવડાવાડી-૧૦માં રહેતાં હિરેન રસિકભાઇ ગોરવાડીયા (ઉ.૨૪) નામના પ્રજાપતિ યુવાને માતા અને ભાઇના મૃત્યુના આઘાતમાં પોતાના પિતાની વાઇની બિમારીની દસેક ગોળીઓ પી લેતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. હિરેન કુરીયરનું કામ કરે છે. તેના સગાએ જણાવ્યા મુજબ એક જ વર્ષમાં હિરેનના મોટા ભાઇ અતુલભાઇ અને માતા મંજુબેનના મૃત્યુ થયા હોઇ તેના કારણે તે સતત આઘાતમાં રહેતો હોવાથી આ પગલું ભર્યુ હતું. જો કે તાકીદની સારવારથી તબિયતમાં સુધારો થઇ જતાં રાત્રે જ રજા અપાઇ હતી.

(11:33 am IST)