Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

નાના મવા સર્કલ નજીક હિટ એન્‍ડ રનનો બનાવઃ નેપાળી મહિલાનું મોત

રસ્‍તો ઓળંગતી વખતે બનાવઃ અજાણ્‍યા મહિલા તરીકે દમ તોડયા બાદ ઓળખ થઇ

રાજકોટ તા. ૭: નાના મવા સર્કલ નજીક વાહન અકસ્‍માતમાં નેપાળી મહિલાનું મોત નિપજ્‍યું છે.

ગત સાંજે નાના મવા સર્કલ ે સિલ્‍વર હાઇટ બિલ્‍ડીંગ પાસે અજાણ્‍યા વાહનની ઠોકરે ચડી જતાં અજાણ્‍યા મહિલાને ગંભીર ઇજા થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને ઘાયલ મહિલાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ આ મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરા સહિતના સ્‍ટાફે પહોંચી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન મૃત્‍યુ પામનાર મહિલા અમીન માર્ગ પર વિરાજનગર પાસે રહેતી નંદાકલાબેન લાલસિંગ ટમટા (નેપાળી) (ઉ.૩૫) હોવાનું ખુલ્‍યું હતું. મૃતકના પતિ હોટેલમાં કામ કરે છે. તેણીને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. તેણી કામ સબબ નાના મવા સર્કલ પાસે ગઇ હતી ત્‍યારે અકસ્‍માત નડયો હતો. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:44 pm IST)