Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

એઈડ્‍સ પ્રિવેન્‍શન કલબ દ્વારા વિશ્વ એઈડ્‍સ દિનની ઉજવણીમાં કોમર્શિયલ સેકસ વર્કરો માટે ખાસ પ્રોજેકટ

ટેસ્‍ટીંગ-કેર-સપોર્ટ ઉપર ભાર મુકાશેઃ આ વર્ષનું લડત સૂત્ર ‘કોમ્‍યુનીટીસ મેક ધ ડિફરન્‍સ'

રાજકોટ, તા. ૭ :. ૧લી ડિસે. વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણીના ભાગરૂપે તથા વૈશ્વિક સ્‍તરે એન્‍ડ એઈડ્‍સ ૨૦૩૦ અન્‍વયે એઈડ્‍સ નિયંત્રણ તથા પ્રિવેન્‍સન બાબતે સતત સક્રિય કાર્યરત સંસ્‍થા એઈડ્‍સ પ્રિવેન્‍સન કલબ દ્વારા કોમર્શિયલ સેકસ વર્કરો માટેનો પ્રોજેકટ કાર્યરત કરાયો છે. જેમા ટેસ્‍ટીંગ તથા કેર એન્‍ડ સપોર્ટ પર વિશેષ ભારે મુકાશે તેમ સંસ્‍થાના ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે.

સમગ્ર વિશ્વમાં ૨૦૧૯-૨૦ની એઈડ્‍સ નિયંત્રણ લડાઈ વિવિધ સમુદાયો પરત્‍વે બદલાવની વાત પર કેન્‍દ્રીત છે ત્‍યારે અસુરક્ષિત જાતીય વહેવારોથી એઈડ્‍સ સૌથી વધુ ફેલાય છે. આ ફિમેલ સેકસ વર્કરો પરત્‍વે કાર્ય કરવાની તાતી જરૂરીયાત છે. આવા સમુદાયોને ટેસ્‍ટીંગ, મેડીકલ ટ્રીટમેન્‍ટ, કેર એન્‍ડ સપોર્ટ પર વિશેષ ભાર મુકવા માટે સંસ્‍થાએ આવા લોકો માટે વિશેષ કાળજી સાથે પ્રોજેકટ શરૂ કરાયો છે તેમ ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે.

હાલમાં આવા સમુદાયો માટે ચાલતા સરકારી પ્રોજેકટમાં ત્રણ હજાર જેવી સ્‍ત્રીઓ જોડાયેલ છે, પરંતુ લાચારી, મજબુરી કે પોતે આર્થિક મુશ્‍કેલીને કારણે આવી જોખમી વર્તુણંકમાં જોડાય જાય છે તે પરત્‍વે વિશેષ કામગીરી કરાશે. તેના પુનઃ વસન માટે તથા કેર એન્‍ડ સપોર્ટ બાબતે સંસ્‍થા વિશેષ કાળજી લઈને કવોલીટીયુકત જીવન જીવવાનો માર્ગ કરળ બનાવશે.

આ પ્રોજેકટમાં જોડાવા માંગતા લોકોએ ચેરમેન અરૂણ દવે મો. ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે. માહિતી ગુપ્‍ત રખાશે. આ વર્ષનું લડતનુ સૂત્ર કોમ્‍યુનીટીસ મેક ધ ડીફરન્‍સ છે.

(4:39 pm IST)