Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કાલે મ્‍યુ. કોર્પોરેશનની ઝોન કચેરીએ આધાર નોંધણી સેવા બંધ

રાજકોટ તા. ૭: શહેરમાં વસતા નાગરીકો જોગ યાદીથી જણાવવાનું કે યુ.આઇ.ડી. આધાર નોંધણી તથા આધારમાં સુધારા-વધારાની કામગીરી મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીઓ ખાતે આવતીકાલે તા. ૮ નવેમ્‍બર તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે.

મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે રાજય સરકારશ્રીની સુચના અંતર્ગત આવતીકાલે તા. ૮ શુક્રવારનાં રોજ વોર્ડ નં. ૭ (સેન્‍ટ્રલ ઝોન) કિશોરસિંહજી શાળા, રા.મ્‍યુ.કો. શાળા નં. ૧, કોઠારીયા નાકા, વોર્ડ નં. ૬ (ઇસ્‍ટ ઝોન)-રા.મ્‍યુ.કો. શાળા નં. ૭૮ (ઇંગ્‍લીશ મીડીયમ), દૂધસાગર માર્ગ, વોર્ડ નં. ૧૦ (વેસ્‍ટ ઝોન)-રા.મ્‍યુ. કો. કોમ્‍યુનીટી હોલ બાજુનું ગ્રાઉન્‍ડ, એસએનકે સ્‍કુલ પાસે, સેવાસેતુમાં આધાર કેન્‍દ્રોની વ્‍યવસ્‍થા કરેલ હોવાથી તે દિવસે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય કચેરી ખાતે આધાર નોંધણી લગત તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે.

(4:38 pm IST)