Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કુવાડવા પંથકના ખુનકેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૭: ખુન કેસના ગુન્‍હામાં આરોપીનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ ગુન્‍હાની વિગત એવી છે કે આ કામમાં ફરીયાદી લાલજીભાઇ રણછોડભાઇ ડાભી, રહે.મું.રોણકી,તા.જી.રાજકોટવાળા તેઓના ભાઇ મરણ જનાર અજય રણછોડભાઇ ડાભીની સાથે આરોપીઓએ કોઇ કારણોસર ઝઘડો કરી મરણજનારને માથાના ભાગે અને શરીરના ભાગે બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજારો કરી તેઓના ભાઇનુ મોત નિપજાવી મરણજનારની લાશને સોખડા નાકરાવાડી રોડ પર સીકોતરમાંના મંદિર નજીક આવેલ વાડીના શેઢા પર મુકી દઇ આરોપીઓ નાશી ગયા બાબતેના આક્ષેપો વાળી ફરીયાદ ફરીયાદી લાલજીભાઇ ડાભીએ રાજકોટ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં આપેલ હતી. જે અનુસંધાને રાજકોટ શહેર કુવાડવા પો.સ્‍ટે. આઇ.પી.સી.કલમ-૩૦૨,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ થયેલ હતો.

ત્‍યારબાદ આ ગુન્‍હામાં ૩૬૪ (ક), ૧૨૦(બી),૨૦૧,૧૪૩,૧૪૭, ૧૪૮,૧૪૯ કલમનો ઉમેરો થયેલ હતો અને ત્‍યારબાદ આ કામમાં આરોપી વિક્રમભાઇ કેશુભાઇ આંકડીયા, રહે.સંતોષીનગર મફતીયા પરા, રાજકોટવાળા તા.૧૭-૧૨-૧૭ના રોજ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી. પોલીસ દ્વારા તપાસના અંગે આ કામના આરોપી વિક્રમભાઇ આંકડીયા તથા અન્‍ય આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કેસની ટ્રાયલ શરૂ થયેલ હતી. જે ટ્રાયલમાં ફરીયાદી તથા પંચો તથા અન્‍ય સાહેદોનો પુરાવો લેવામાં આવેલ હતો. સમગ્ર ફરીયાદ પક્ષના પુરાવા અને આરોપી તરફે દલીલો ધ્‍યાને લઇ એડી.સેશન્‍સ કોર્ટના જજશ્રી ડી.એ.વોરાએ આરોપી વિક્રમભાઇ કેશુભાઇ આંકડીયા તથા અન્‍ય આરોપીઓને નિદોર્ષ છોડી મુકવાન હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી નં.૩ વિક્રમભાઇ કેશુભાઇ આંકડીયા વતી રાજકોટના યુવા એડવોકેટશ્રી જીતેન્‍દ્રસિંહ વી.પરમાર, બાલાભાઇ એન.સેફાતરા, કિશનભાઇ વાલ્‍વા, ખોડુભા સાકરીયા તથા અજયભાઇ ઝાપડીયા, સાગર  એન મેતા રોકાયેલા હતા.

(4:34 pm IST)