Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રૂ.પાંચ લાખ ૯૫ હજાર ૧૧૨નો ચેક પાછો ફરતાં

શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લી. અને તેના ડાયરેકટરો સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૭: અત્રે જે.પી.એન્‍ડરપ્રાઇઝના પ્રોપરાઇટર રાજેશભાઇ જીવરાજભાઇ કણજારીયાએ શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લી. તથા તેના ડાયરેકટરો અશ્વીનભાઇ પોપટભાઇ ભાલોડી,ભાવેશભાઇ પોપટભાઇ ભાલોડી, (બંનેનુ ઠે.રાજધાની એપાર્ટમેન્‍ટ,૮૦ ફુટનો રોડ, આલાપ એવન્‍યુ રોડ,પુષ્‍કધામ સોસાયટી સામે, યુનીર્વસીટી રોડ, રાજકોટ), સુરેશભાઇ લાભશંકર શીલુ (ઠે.‘રામેશ્વર',વિલમનગર-૪,પુષ્‍કરધામ,રાજકોટ) વિગેરે સામે રૂા.૫,૯૫,૧૧૨નો ચેક ડિસઓનર થતાં રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી રાજકોટ તથા પડદરી મુકામે જે.પી.એન્‍ટરપ્રાઇઝના નામથી કપાસ તથા એગ્રો પ્રોડકટ વેચવાનો ધંધો કરે છે. જયારે તહોમતદારો શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લી.ના નામથી પ્રા.લી.કંપની ધરાવે છે. જયારે અશ્વીનભાઇ,ભાવેશભાઇ અને સુરેશભાઇ જે તે કંપનીના ડાયરેકટર છે.

તહોમતદારોએ ફરીયાદી પાસેથી ફેબ્રુઆરી-૨૦૧૯માં રૂા.૫,૯૫,૧૧૨ની કિંમતનો માલ-કપાસ ખરીદેલ છે. પ્રથમ ખરીદીમાં જ જાણે છેતરવાનો અને ઠગાઇ કરવાનો ઇરાદો હોય તે રીતે ફરીયાદીની તરફેણમાં કરૂર વૈશ્‍ય બેંક લી., સેટેલાઇટ રોડ, અમદાવાદ શાખાનો ચેક તહોમતદાર નં.૨,ᅠઅશ્વિનભાઇ પોપટભાઇ ભાલોડીએ શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લી.ના ઓથોરાઇઝડ સીગ્નેટરી દરજજે સહી કરી ફરીયાદીને સોંપી આપેલ. સદરહુ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ એકથી વિશેષવાર બેંકમાં રજુ રાખેલ છે. સૌ પ્રથમ તા.૧૮-૭-૧૯ના રોજ ઉપરોક્‍ત ચેક બેંકમાં રજુ રાખેલ, જે તે સમયે ચેક રકમના અભાવે ડીસઓનર થયેલ છે.

તહોમતદારોની સુચના અનુસાર છેલ્લે ફરીયાદીએ તા.૯-૯-૧૯ના રોજ વસુલાત માટે ચેક, ફરીયાદીની રાજકોટ સ્‍થીત એચ.ડી.એફ.સી.બેંક લી., સર્વીસ બ્રાંચ, ભક્‍તિનગર સર્કલ, રાજકોટમાં રજુ રાખતાં સદરહુ ચેક ‘ફંડસ ઇનસફીસીયન્‍ટ'ના કારણોસર ડીસઓનર થયેલ.જેથી તહોમતદારોને નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરી, ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્‍ડ કરેલ. સદરહુ નોટીસ તહોમતદારોને યોગ્‍ય રીતે બીજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં કે, આજ દિવસ સુધી ડિસઓનર થયેલ ચેકની રકમ ચુકવેલ ન હોય, રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવા ફરજ પડેલ છે. ફરીયાદની વિગત ધ્‍યાને લઇ કોર્ટએ આરોપીઓને આગામી મુદતે હાજર થવાં સમન્‍સ ઇશ્‍યુ કરવા હુકમ ફરમાવેલ છે.

ઉપરોક્‍ત ફરીયાદીમાં ફરીયાદી વતી વિકાસ કે.શેઠ, બ્રિજ શેઠ, અલ્‍પા શેઠ, રાજદિપ દાસાણી તથા વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(4:34 pm IST)