Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

હોસ્પીટલ ચોક બ્રિજ અને પેવિંગ બ્લોકના કોન્ટ્રાકટો ૧૩ થી ૪૩ ટકા ઉંચા મંજુર થતા કોંગ્રેસનો વિરોધ

શાસકો ઉંચા ભાવે કોન્ટ્રાકટ આપી પ્રજાને કરોડનું નુકશાનઃ ઘનશ્યામસિંહ જાડેજાનો આક્ષેપ

રાજકોટ તા. ૭ : આજથી સ્ટેન્ડીંગ કમીટીમાં હોસ્પીટલ ચોક બ્રીજનો કોન્ટ્રાકટ ૪૩ ટકા ઉંચા ભાવે મંજુર થતા ત્થા પેવિંગ બ્લોકના બે કોન્ટ્રાકટ ૧૩ થી ર૧ ટકા ઉંચા ભાવે અપાતા આ દરખાસ્તોનો કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વિરોધ કર્યો હતો.

આ અંગે કોંગી સભ્ય ઘનશ્યામસિંહએ જણાવયું હતું કે, વોર્ડ નં.૯ માં ધારાસભ્ય ૧૦% ગ્રાંટ અન્વયે કૈલાસપાર્ક શેરી નં.૧ થી ૧૩ તથા મેઇન રોડ પર સાઇડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના હેઠળ પવીંગ બ્લોકની કામગીરી માટે રૂ. પ૦ લાખનું  ટેન્ડર હોય તેમની સામે એક એજન્સીને વધારાના ૧૩-૦૦ % વધુ ભાવ સાથે કામ આપવા તથા વોર્ડ નં.૯માં ગાંધીનગર શેરી ૧ થી૮ તથા મેઇન રોડ પર સાઇડ સોલ્ડરમાં પવીંગ બ્લોક નાખવાની આ જનભાગીદારીની યોજના હેઠળ આ કામગીરી માટે રૂ.૩૭,૦૦,૦૦૦-૦૦ ના આ ટેન્ડર સામે વધારાના ર૧-૦૦% વધુ રકમ ચુકવીને રૂ.૪૪૭૭૦૦૦-૦૦ જેવા વધારાના ખર્ચની દરખાસ્તનો પણ વધારાની રકમ સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શહેરમાં હોસ્પીટલ ચોક ખાતે થ્રી આર્મ ફલાય ઓવર બ્રીજ કામની દરખાસ્ત ખરેખર સરાનિય છે.. આના કારણે આ ચોકમાં ટ્રાફીક સમસ્યા હળવી બનશે તે ખરેખર જરૂરી છે પરંતુ દરખાસ્તમાં આ બ્રિજ બનતા જેવેપારી વર્ગ તેમજ આમ નાગરીકની મિલ્કત કપાત થશે તેને પુરૂપૂરૂ વળતર ચુકવવુ જોઇએ તેમજ આ દરખાસ્તનો એસ્ટીમેન્ટ રૂ.પ૯.ર૩ કરોડ સામે વધારાના ૪૩% ચુકવીને રૂ.૮૪.૭૧ કરોડ સામે આ વધારાની રકમના ચુકવણા સામે વિરોધ વ્યકત કર્યો હતો.  અંતમાં શ્રી જાડેજા ઉપરોકત ત્રણેય દરખાસ્તમાં જે વધારાની ટકાવારી ચુકવવામાં આવી છે

જેમાં અધિકારીઓની જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

(4:16 pm IST)