Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

શહેરના ભુગર્ભ ગટરની કુંડીઓ વેટવેલની સફાઇ કરતા કામદારો માટે સેફટીના સાધનો ખરીદાશે

ડ્રેનેજ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાના પ્રયત્નો સફળ

રાજકોટ,તા.૭:  મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા  જણાવે છે કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળેલ. જેમાં ડ્રેનેજની સફાઈ કરતી વખતે કોઈ જાનહાની ન થાય તે માટે જરૂરી સેફ્ટી સાધનોની ખરીદી કરવાનું મંજુર કરવામાં આવેલ છે.  રાજકોટ શહેરમાં અંદાજે ૧૨૦૦ કી.મી. લાંબી અન્ડર ગ્રાઉન્ડ મેઈન સીવરેજ લાઈન પથરાયેલી છે, આ લાઈન પર નિશ્યિત અંતર પર મેન-હોલ અને હાઉસ ચેમ્બર આવેલા છે,  જેમાં સિલ્ટ એકઠી થાય છે અને આ સિલ્ટ જમા થવાને કારણે દ્યણા કિસ્સાઓમાં સીવરેજ ભરાઈ રહે છે, જેની સફાઈ માટે મિકેનિકલ મશીનરી વસાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરી અન્ડર ગ્રાઉન્ડ સીવરેજ લાઈન, મેન-હોલ અને હાઉસ ચેમ્બરની સફાઈ કોન્ટ્રકટ મારફતે કરાવવામાં આવે છે અને આજ પ્રકારે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનો પરના વેટવેલમા પણ સીવેજ ભરાઈ રહતું હોય ચેમ્બરો અને વેટવેલમા દ્યર દ્યથ્થું અને ઉદ્યોગિક સીવેજના ડી કમ્પોઝીશનના કારણે તેમાં જુદાજુદા પ્રકારના ગેસ ઉત્પન્ન થતા હોય છે આ ગેસ જાનલેવા હોય છે. તેથી તેની સફાઈ કામીગીરી વખતે અકસ્માતો નિવારવા માટે પર્સનલ સેફ્ટી સિસ્ટમ ૩૯, લાઈટહોક ૩૯, ફૂલ માસ્ક લો પ્રેસર સિસ્ટમ ૧, બ્રીથીંગ એપાર્ટસ સેટ ૪, મલ્ટી ગેસ ડિટેકટર ૧ વિગેરે સાધનોની ખરીદી કરવામાં આવશે. જેનો અંદાજીત રૂ.૨૫,૩૦,૦૦૦ હજારના ખર્ચે જુદાજુદા સાધનોની ખરીદી કરવામાં આવશે. જેના કારણે સફાઈ કરતી વખતે કોઈ અકસ્માત ન થાય.તેમ ચેરમેનની યાદીમાં જણાવાયું છે.

(4:12 pm IST)