Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

હુ બી.પી. અને ડાયાબીટીસનો પેશન્ટ છુ, હેલ્મેટ પહેરવાથી મને સ્ટ્રોક આવે તો કોની જવાબદારી ?

દર્દીઓ માટે સરકારે કોઇ અલગ વ્યવસ્થા વિચારી છે ? ત્વરીત વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરો

તંત્રીશ્રી,

હાલ ભારતભરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યુ છે તે સારી વાત છે. ટ્રાફીક અવેરનેશથી ટ્રાફીક સમસ્યાનું નિરણ થઇ શકે અને નિયમોનાં ચુસ્ત પાલનથી જ સમસ્યાઓ હલ થાય તે વાત હું સમજુ છુ. પરંતુ મારી અંગત સમસ્યા એ છે કે હું હાઇ બી.પી. નો પેસન્ટ છુ. ડાયાબીટીસ પણ છે. અત્યારે શિયાળાનો સમય છે, ત્યાં સુધી તો  ઠીક છે. પરંતું ઉનાળામાં ગરમીના દિવસોમાં  હેલ્મેટ પહેરીશ અને મારૂ બી. પી. વધુ જશે તેવો ભય સતાવી રહ્યો છે. ઉનાળાના ૪૫ ડીગ્રી તાપમાનમાં જો હેલ્મેટ પહેરી રાખવામાં આવે તો બ્રેઇન સ્ટ્રોક આવવાના પણ ચાન્સ રહે.

આ તો મારી અંગત વાત થઇ. પરંતુ મારી જેમ કેટલાય લોકો બ્લડ પ્રેશર અને ડાયાબીટીસના દર્દી હશે. તે બધાયને આ સમસ્યાનો સામનો કરવો પડશે. આવી જ સમસ્યા હાર્ટ પેશન્ટને પણ સતાવશે. સરકારે મારા જેવા દર્દીઓ માટે કોઇ અલગ્ વ્યવસ્થા વિચારી છે ખરી? જો ન વિચારી હોય તો આ બાબતે ગંભીરતાથી વિચારી કોઇ વૈકલ્પિક વ્યવસ્તથા તુરંત જાહેર કરવી જોઇએ. - પ્રનંદ કલ્યાણી, રાજકોટ (મો.૯૮૨૫૨ ૮૯૧૪૨)

(4:10 pm IST)