Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જયોતીનગર ચોકમાં ફલેટમાં ૪૦ હજારની ચોરી કરી માથે જતા ચોરે મકાન માલીકને ધમકી દીધી

મહિલા ઘરે આવી ત્યારે અજાણ્યા શખ્સે રાડો પાડી 'હું કોણ છું' નીચે આવ તને બતાવુ છું' તેમ કહીના નાસી ગયો

રાજકોટ તા.૭: શહેરના કાલાવડ રોડ પર ક્રિષ્ટલ મોલની પાછળ જયોતીનગર ચોકમાં આવેલ 'તિરૂપતિ પેલેસ' એપાર્ટમેન્ટમાં રહેલા લુહાર યુવાનના ફલેટમાં તસ્કરે રૂ.૪૦ હજાર ચોરી ગયો હતો. ચોરે રોકડની ચોરી તો કરી માથે જતા મકાન માલીકની પત્નીને ધમકાવી નાસી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ કાલાવડ રોડ ક્રિષ્ટલ મોલ પાછળ જયોતીનગર ચોક પાસે તિરૂપતિ પેલેસ ફલેટ નં.૩૦૨માં રહેતા અને જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્યસ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા પ્રદિપભાઇ નાથાભાઇ દાવડા (ઉ.વ.૩૫)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, ગત તા.૧૫/૧૦ના રોજ પોતે પોતાની ગાડીમાં માતા સાથે સરધાર જવા માટે નિકળ્યા હતા. અને પત્ની તથા પુત્ર ઘરે હતા. બાદ બપોરે પોતાને પત્નીનો ફોન આવેલ કે, 'આપણા ઘરમાં કોઇએ ચોરી કરી છે તમે જલ્દી ઘરે આવી જાવ જેથી પોતે તુરતજ માતાને સરધાર મુકી પરત રાજકોટ આવ્યા હતા. ઘરે પહોંચી પત્નીને પૂછતા તેણે જણાવ્યુ હતુ કે, બપોરે ચાર વાગ્યે પુત્ર વિરને ટયુશનમાં મુકવા ગયેલ અને મુકીને ઘરે પરત આવતા આપણા ઘરનો દરવાજો ખુલ્લો હતો. અને ઘરમાંથી એક અજામ્યો શખ્સો જેણે કાળા કલરની લાઇનીંગ વાળુ ટીશર્ટ પહેરેલ હતું. તે બહાર નીકળેલ અને મેં આ શખ્સને 'તમે મારાઘરમાં કેમ આવ્યા છો' અને લોક કેમ તોડયુ' તેમ પૂછતા તે શખ્સે એકદમથી રાડો પાડી કહેલ કે 'નીચે આવ હું બતાવુ હું કોણ છું' તેમ કહી ધમકાવતા પોતે હેબતાઇ ગયા હતા. બાદ આજુબાજુના લોકો સૂતા હોઇ જેથી આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ઘરની અંદર જોતા. લાકડાના કબાટમાંથી રૂ.૪૦ હજાર રોકડા તસ્કર ચોરી ગયો હોવાની ખબર પડી હતી. આ અંગે પ્રદિપભાઇ દાવડાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતી એએસઆઇ એચ.એન. રાયજાદાએ તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)