Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પશ્ચિમ રેલ્‍વે દ્વારા દ્વારકા અને દિલ્‍હી સરાય રોહિલ્લા વચ્‍ચે વિશેષ ટ્રેનના બે ફેરા

રાજકોટ, તા. ૭ : આગામી તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધા માટે તથા નિયમિત ટ્રેનો મેં વધુ પડતી ભીડ ને ઓછી કરવાને ધ્‍યાનમાં રાખતા પશ્ચિમ રેલ્‍વે દ્વારા દ્વારકા અને દિલ્‍હી સરાય રોહિલ્લા વચ્‍ચે વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેન ના બે ફેરા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ ટ્રેન ની વિગત નીચે મુજબ આપવામાં આવી છે.

૧.ટ્રેન નં. ૦૯૫૭૫/૦૯૫૭૬ દ્વારકા-દિલ્‍હી સરાય રોહિલ્લા વિશેષ ભાડા સાથે (બે ફેરા)

ટ્રેન નં. ૦૯૫૭૫ દ્વારકા-દિલ્‍હી સરાય રોહિલ્લા વિશેષ ટ્રેન દ્વારકા થી શુક્રવારે ૨૨.૩૦ કલાકે ઉપડશે, શુક્રવાર-શનિવાર ની માધ્‍ય રાત્રે ૦૨.૦૦ કલાકે રાજકોટ અને શનિવારે ૨૨.૫૫ કલાકે દિલ્‍હી સરાય રોહિલ્લા પહુંચશે. આ ટ્રેન ૮ નવેમ્‍બર, ૨૦૧૯ ના રોજ ચાલશે.

આ જ પ્રમાણે પરત માં ટ્રેન નં. ૦૯૫૭૬ દિલ્‍હી સરાય રોહિલ્લા-દ્વારકા વિશેષ ટ્રેન દિલ્‍હી સરાય રોહિલ્લા થી શનિવારે ૨૩.૫૫ કલાકે ઉપડશે. રવિવારે સાંજે ૧૯.૩૫ કલાકે રાજકોટ અને સોમવારે ૦૦.૧૦ કલાકે દ્વારકા પહુંચશે. આ ટ્રેન ૯ નવેમ્‍બર, ૨૦૧૯ ના રોજ ચાલશે. આ ટ્રેન માં એસી ૨ ટીયર, એસી ૩ ટીયર, સ્‍લીપર અને સેકેન્‍ડ ક્‍લાસ ના જનરલ કોચ રહેશે,  આ ટ્રેન યાત્રા દરમિયાન બંને તરફ જામનગર, હાપા, રાજકોટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, કિશનગઢ, ફૂલેરા, જયપુર, ગાંધીનગર, જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને રેવડી સ્‍ટેશનો પર રોકાશે.

ટ્રેન નં. ૦૯૫૭૫ નું બુકિંગ ૭ નવેમ્‍બર, ૨૦૧૯ થી બધા જ યાત્રી આરક્ષણ કેન્‍દ્રો તથા IRCTC ની વેબસાઈડ પર પ્રારંભ થશે. પ્રદીપ શર્મા,જનસંપર્ક અધિકારી,પશ્ચિમ રેલવે, અમદાવાદ ૦૭૯-૨૨૨૦૪૫૯૧ની યાદીમાં જણાવાયું છે.

(1:33 pm IST)