Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા નવેમ્બર માસમાં ૧૩૦ નિઃશુલ્ક નેત્રયજ્ઞ થશે

રાજકોટ તા.૭ : શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગુજરાત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામુલ્યે ૧૩૦ શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૧-૧૧-૦૯ શુક્રવારથી તા.૩૦-૧૧-૧૯ શનિવાર સુધી આયોજન કરેલ છે.

આ વિનામુલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા કેમ્પ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે તે કેમ્પ સ્થળેથી વિનામુલ્યે જે સંસ્થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મૂકી જવાશે. દર્દી ભગવાનને રહેવા જમવા ચા પાણી નાસ્તો શુધ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી વિનામુલ્યે જ બેસાડી અપાશે તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓ પ્રસાદીરૂપે આપવામાં આવશેે.

તા.૭-૧૧ ગુરૂવાર જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઇટ પાસે, ખંભાળીયામાં યોગેશ્વરનગર ગાયત્રી શકિતપીઠ ખાતે, ભડી ભંડારીયામાં પોપટભાઇ વાઘાણી જીવનસેતુ હોસ્પિટલ માણેક ચોકમાં, શેઠવડાળામાં નવી તાલુકા શાળા નેસડાધાર, દેવગઢમાં બચુભાઇ મિસ્ત્રીના મકાનમાં બસ સ્ટેન્ડ સામે કેમ્પ થશે.

તા.૮ શુક્રવારે બગસરામાં માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પીટલ જૂના બસ સ્ટેન્ડ, જામનગરમાં મુકતેશ્વર મહાદેવ મંદિર, ગોકુલનગર મેઇન રોડ, ધાંધણીમાં ગ્રામ કચેરી ધાંધણી તા.શિહોર ખાતે કેમ્પ થશે.

તા.૯ બાંટવામાં સીંધી લાઠી લોહાણા સમાજ ગલી નં.૭ હિંગળાજ માતાજી મંદિર ડો.ગીધવાણી રોડ, ફરેરમાં પ્રાથમિક શાળા ફરેર તા.કુતિયાણા, ભુજમાં લોહાણા મહાજન વાડી હાઇસ્કુલ પાસે, લાલપુરમાં વિગ્મી પ્લસ સરકારી દવાખાના પાસે કેમ્પ યોજાશે.

તા.૧૦ના રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, કેશોદમાં જલારામ મંદિર આંબાવાડી, લાઠીમાં રામેશ્વર પ્રાથમિક શાળા પ્રહલાદ ટોકીઝ સામે ખાતે કેમ્પ યોજાશે.

તા.૧૧ સોમવારના પીથલપુરમાં શારદામણી સ્કુલ મઢીની સામે પીથલપુર તા. તળાજા જી.ભાવનગર, ટીમાણમાં ગણેશશાળા, ટીમાણા તા.તળાજા, ખાવડામાં મુકેશ કોમ્પલેક્ષ ભોલેનાર મેડીકલની બાજુમાં બસ સ્ટેન્ડ સામે, વિજપડીમાં પંચાયત ઓફીસ રાજુલા રોડ, જામરાળામાં ફકડાનાથ જગ્યા જમરાળા તા.બરવાળા ખાતે કેમ્પ થશે.

તા.૧૨ મંગળવારે જેતપુરમાં હરિઓમ અન્નક્ષેત્ર વૃધ્ધા આશ્રમ નેશનલ હાઇવે ઓનેસ્ટ હોલની સામે ધારેશ્વર, ભાલકાતીર્થમાં હરિકિર્તન મંદિર વેરાવળ સોમનાથ રોડ ઉપર, રાબડામાં વિશ્વભારતી તીર્થધામ, પાવઠીમાં પ્રાથમિક શાળા, નાગનેશમાં મોટા રામજી મંદિર ખાતે કેમ્પ યોજાશે.

તા.૧૩ બુધવારે વઢવાણમાં રજપુત સમાજની વાડી ખારવાની પોર, માધાપરમાં નવાવાસ શાંતિનિકેતન ટ્રસ્ટ પોલીસ ચોકી પાસે, ચલાલામાં ગાયત્રી મંદિર ધારી રોડ, માતાનો મઢ ખાતે હોટલ રેવા ભુજ લખપત હાઇવે, ગીરગઢડામાં નીલકંઠ ફાર્મ જામવાળા રોડ ખાતે કેમ્પ યોજાશે.

તા.૧૪ ગુરૂવારે જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ કાલાવડ ગેઇટ પાસે, વેરાવળમાં રોનક સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલ, તલાામાં જલારામ મંદિર ગુંદરણ રોડ, ભાયાવદરમાં દશા સોરઠીયા વણીક જ્ઞાતિની વાડી, અમદાવાદમાં ભારતી આશ્રમ સરખેજ, નવાગામમાં બાપા સીતારામની મઢુલી નવાગામ તા. જસદણ ખાતે કેમ્પ થશે.

તા.૧૫ના ઉનામાં જલારામ વાડી વરસીંગપુર રોડ, બોટાદમાં મેહુલ બ્રધર્સ લાતી બજાર, નલીયામાં લોહાણા મહાજન વાડી મેઇન બજાર, લીંબડીમાં સંઘવી ધારસીભાઇ રવાભાઇ સ્થાનકવાસી જૈન વાડી જવાહર રેસ્ટોરન્ટ ગલીમાં કેમ્પ યોજાશે.

(12:22 pm IST)