Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રાજકોટના વનડે મેચ રમવા પર સંકટના વાદળો સાંજે ખંઢેરી સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયા

સમીસાંજે ધોધમાર વરસાદ ખાબકતા સ્ટેડિયમમાં પાણી ભરાયા : ક્રિકેટરસિકો નિરાશ

રાજકોટ : આજે સમીસાંજે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા બાદ વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓમાં પાણી વહ્યા હતા ત્યારે શહેરની ભાગોળે આવેલ ખંઢેરી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા સ્ટેડિયમમાં પાણી ભરાયા હતા સ્ટેડિયમ ફરતે સ્ટેન્ડમાંથી પાણીના ધોરીયા મેદાનમાં વરસ્યા હતા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વનડે મેચને લઈને ક્રિકેટ રસિકો નિરાશ થયા છે જોકે આવતીકાલ સુધીમાં ગ્રાઉન્ડમાં સમુંસુતરું થઇ જવાની આશા છે

(9:18 pm IST)