Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

એટીએમ તોડવાનો પ્રયાસ કરનારને ઝડપી લેનાર ટીમનું રોકડ પુરસ્કારથી બહુમાન

પોલીસ કમિશ્નર અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર ખત્રીએ આઠ કર્મચારીઓને રૂબરૂ બોલાવી પીઠ થપથપાવી

રાજકોટઃ માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં ગોકુલધામ પાસે ૮૦ ફુટ રોડ પર આવેલા એકસીસ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર શખ્સ અજીત શામજીભાઇ ભરડવા (ઉ.૨૨)ને માલવીયાનગર પોલીસ તથા કયુઆરટીની ટીમે કન્ટ્રોલ રૂમ મારફત જાણ થતાં તાબડતોબ ઘટના સ્થળે પહોંચી તેને ઝડપી લીધો હતો. પ્રશંસનિય કામગીરી કરનારા ૮ કર્મચારીઓને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડજાએ રૂબરૂ બોલાવી બહુમાન કરી રોકડ પુરસ્કાર આપ્યો હતો. જેમાં માલવીયાનગરના પીએસઆઇ રવિરાજસિંહ એ. જાડેજાને રૂ. ૨૦૦૦, કયુઆરટીના પીએસઆઇ કે. બી. પરમારને રૂ. ૨૦૦૦, માલવીયાનગર પીસીઆરના કોન્સ. હિતેન્દ્રસિંહ વિક્રમસિંહને રૂ. ૨૦૦૦, જગાભાઇ મોતીભાઇને રૂ. ૨૦૦૦, મયુરસિંહ દેવાયતસિંહને રૂ. ૧૫૦૦, કયુઆરટીના દિલીપસિંહ જેસિંગભાઇને રૂ. ૧૫૦૦, દિગ્વીજયસિંહ જયરાજસિંહને રૂ. ૧૫૦૦ તથા રાજેશભાઇ રતિગરભાઇને રૂ. ૧૫૦૦ પુરસ્કાર એનાયત કરાયો હતો. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(3:08 pm IST)