Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

રંગબેરંગી, એક એકથી ચઢીયાતી રંગોળીઓથી રેસકોર્ષ રીંગ રોડ દીપી ઉઠયો

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા ચિત્રનગરીના સહયોગથી ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી સ્પર્ધામાં આ વખતે સ્પધર્કોની સાથે તેના પરિવારના સભ્યો પણ ભાગ લઇ શકે તેવી છૂટ અપાતા રેસકોર્ષ મેદાનમાં સમી સાંજે આશરે ૪૦૦૦ લોકો રંગોળી પૂરતા નજરે ચડયા હતા. ભારતના લોહપુરૂષ સરદાર પટેલ ઉપરાંત અન્ય હસ્તીઓ, પ્રાકૃતિક સૌંદર્ય, સ્વચ્છતા, અમર જવાન ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી આ રંગોળીમાં જોવા મળી હતી. ફુલ ૬રપ જેટલી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં રંગોળી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિયક્રમે આવનારા વિજેતાઓને અનુક્રમે રૂ. ૧પ,૦૦૦, રૂ. ૧૦,૦૦૦ અને રૂ. પ૦૦૦ તથા ર૦ કલાકારોને રૂ. ૧-૧ હજારોનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં શહેરીજનો આજે વ્હેલી સવારથી રંગબેરંગીન રંગોળી નિહાળી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૮.૯)

(12:28 pm IST)