Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સંબંધના દાવે સોનાના દાગીના ગીરવે રાખી આપેલ હાથ ઉછીની રકમ ઓળવી જતા અને આપેલ ચેક પરત થતા કોઠારીયા રોડના સ્‍ટેશનરીના વેપારી સામે ફરીયાદ દાખલ

રાજકોટઃ ફરીયાદમાં  જણાવેલ વિગત અનુસાર રાજકોટ મુકામે નિવૃત જીવત ગાળતા સાધારણ સ્‍થિતિ અને મર્યાદિત આવક ધરાવતા શ્રી નંદકિશોર છેલશંકર જોષી તથા તેમના પત્‍નિ શ્રીમતી ચંદ્રિકાબેન નંદકિશોરભાઇ જોષી પાસેથી તેમના સંબંધી અને ઓળખીતા કોઠારીયા રોડ ઉપર દેવ સ્‍ટેશનરીના નામે ધંધો ચલાવતા વ્‍યાપારી શ્રી દિપકભાઇ વિનોદરાય ભટે રૂ. ૭૦૦,૦૦૦/-ની માંગણી કરેલી.
શ્રી નંદકિશોરભાઇ પાસે તથા તેમના પત્‍નિ શ્રીમતી ચંદ્રીકાબેન આટલી બધી રકમ ના હોવાથી તે બંનેએ પોતાની બચતનુ જે કંઇ સોનુ હતું તેના ઉપર  રાજકોટ નાગરિક સહકારી બેંક લી. માંથી ધિરાણ મેળવેલુ. આ રીતે મેળવેલ રકમો ઉપરાંત ઘરમાં પડેલ રોકડ બધુ ભેગુ કરી તા. ૨૮/૦૨/૨૦૨૨ના રોજ શ્રી દિપકભાઇ વિનોદભાઇ  ભટ્ટને રૂ. ૭,૦૦,૦૦૦/-વગર વ્‍યાજે આપેલા. તે વખતે શ્રી દિપકભાઇએ એક માસમાં તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં પરત ચુકવી આપવાના  વચન,વિશ્વાસ અને ખાતરી આપેલા. તા. ૩૧/૦૩/૨૦૨૨સુધીમાં રકમ નહી ચુકવાતા શ્રી નંદકિશોરભાઇએ શ્રી દીપકભાઇ નો સંપર્ક કરતા તેમણે હજુ વીસેક દીવસ રાહ જોવા જણાવેલુ. વીસેક   દીવસ પછી અનેક વખત ઉઘરાણી કર્યા બાદ શ્રી દીપકભાઇ તરફથી રૂ.૭,૦૦,૦૦૦/- ચેક પોતાની સહી આપવમાં આવેલ અને એવા વચન, વિヘાસ અને ખાતરી  આપવામાં આવેલા કે શ્રી નંદકિશોરભાઇ જયારે પણ આ ચેક બેંકમા રજુ કરશે ત્‍યારે તે સ્‍વીકારાય જશે અને લેણી નીકળતી રકમ પરત મળી જશે. શ્રી દીપકભાઇએ આપેલા વચન અને વિヘાસ ઉપર આધાર રાખી આ ચેક શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેનના સંયુકત ખાતામાં રજુ કરવામા આવતા આヘર્ય જનક  રીતે આ ચેક ‘‘ફંડસ ઇનસફીસીયન્‍ટ'' ના કારણસર પરત થયેલ.
શ્રી નંદકિશોરભાઇ અને ચંદ્રિકાબેને ખુબજ દુઃખ અને આધાતની લાગણી અનુભવેલી અને શ્રી દીપકભાઇ ઉપર મેકેલ વિશ્વાસનો ભંગ થયેલ હોવાનું , પોતાની સાથે ભયંકર છેતરપીંડી  થયેલ હોવાનુ માનવા લાગેલ. આથી શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેને લીગલ નોટીસ આપી. તે પછી પણ રકમ ચુકવી  આપવાને બદલે શ્રી દીપકભાઇ દ્વારા તદ્દન ખોટી વિગતો જણાવતો જવાબ મોકલવામાં આવેલ. આથી શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેન દ્વારા રાજકોટના મહે. એડીશ્નલ ચીફ જયુડીશ્‍યલ મેજિસ્‍ટેટસાહેબ સમક્ષ ધી નેગોસીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ અન્‍વયે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. અને નામદાર કોર્ટ દ્વારા આરોપી શ્રી દીપકભાઇ વિનોદરાય ભટ્ટ સામે નોટીસ ઇસ્‍યુ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ  અને આરોપી હાજર ન થતા વોરંટનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કામમાં ફરીયાદી તરકે એડવોકેટ ઋષિકેશ એ. શુકલ રોકાયેલા છે.

 

 

(4:26 pm IST)