Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પેરેમાઉન્‍ટ સહિતના કોમ્‍પલેક્ષ-બાંધકામ સાઇટ-હોટલોમાં મચ્‍છરોના ઉપદ્રવઃ ૧૫ને નોટીસ : ૨૭ હજારનો દંડ

ઢેબર રોડ, રજપુતપરા, ગોંડલ રોડ સહિતના વિસ્‍તારોમાં ૬૮ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ મેલેરીયા વિભાગનું ચેકીંગ

રાજકોટ,તા. ૭ : શહેરમાં ડેંગ્‍યુ રોગચાળો અટકાવવા માટે મનપાના આરોગ્‍ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે વિવિધ વિસ્‍તારમાં હોટલપ કોમ્‍પ્‍લેક્ષ, બાંધકામ સાઇટ સહિત ૬૮ પ્રિમાઇસીસમાં મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરતા ૧૫ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ તથા ૨૧ મચ્‍છર ઉત્‍પતિ સબબ રૂા. ૨૭,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્‍તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્‍ટ, કોર્મશિયલ કોમ્‍પલેકસ, ઔધોગિક એકમો, વ્‍યાપાર ધંધાનાᅠસ્‍થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્‍તારોમાં મચ્‍છરોના ઉત્‍પતિ સ્‍થાનો જોવા મળશે તો જગ્‍યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદારગણાશે. જેની વિરૂદ્ધ મચ્‍છર ઉત્‍પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી સબબ હોટલ, બાંધકામસહિતનીપ્રિમાઇસીસોમાં મચ્‍છર ઉત્‍૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.આ કામગીરી હેઠળ  માઘવરેસ્‍ટોરેન્‍ટ, આર.એમ.સી. ચોક, વિજય હોટેલ, આર.એમ.સી. ચોક, યશ હોટેલ, આર.એમ.સી. ચોક, એવરગ્રીનહોટેલ, ઢેબર રોડ, પેરેમાઉન્‍ટ કોમ્‍પલેક્ષ, રજપુત૫રા, લક્ષ્મી સ્‍ટેશનરીમાર્ટ, રજપુત૫રા, જસાણીસ્‍કુલ, ઢેબર રોડ, રામદેવ મોબાઇલ, ઢેબર રોડ, ગેલીયસઓટોહીસ, ગોંડલ રોડ, અતુલ ઓટોમોબાઇલ, ગોંડલ રોડ, ૫રફેકટ હીરો શોરૂમ, ગોંડલ રોડ, સિઘ્‍ઘી વિનાયકહોન્‍ડા શો રૂમ, ગોંડલ રોડ, બાંધકામસાઇટ, સિઘ્‍ઘી વિનાયક પાસે, ગોંડલ રોડ, નેકસેસફીટનેસકલબ, ઢેબર રોડ, આનંદ મેડીકલ, ઢેબર રોડ, સુમન ટ્રેડઇન્‍કોર્પોરેશન, ઢેબર રોડ, નેકઝા, ગોંડલરોડ, નંદવાસકોમ્‍પલેક્ષ ગોંડલ રોડ, આકાંશાકોમ્‍પલેક્ષ ગોંડલ રોડ ,ધરતી હોન્‍ડા, ગોંડલ રોડ, જે. કે.ઓટોમોટિવ, ગોંડલ રોડ, મોરીસ હોટેલ, ઢેબર રોડ, રોયલકોમ્‍પલેક્ષ, ઢેબર રોડ, નિર્માણકોમ્‍પલેક્ષ,ᅠ ઢેબર રોડ, મહેતા બ્રધર્સ ઇન્‍ડીયન ઓઇલ, ઢેબર રોડ, રાઠોડ ચેમ્‍બર્સ, ગોંડલ રોડ, શિવાલિક - ૫, ગોંડલ રોડ, શિવાલિક - ૭, ગોંડલ રોડ, દિ૫કભાઇટીસ્‍ટોલ, ગોંડલ રોડ, બોમ્‍બે ગેરેજ, ગોંડલ રોડ, આર્થિક ભવન, ગોંડલ રોડ, પીનેવીન્‍ટા હોટેલ, ગોંડલ રોડ, રાજકોટ જિલ્લાસહકારી મંડલી ઓફિસ, ગોંડલ રોડ, કામદાર કારઝ, ગોંડલ રોડ સહિતના ૧૫ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ પાઠવવી ૨૧ લોકોને રૂા. ૨૭,૫૦૦નો દંડ વસુલવામાં આવ્‍યો છે.

(4:18 pm IST)