Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા રાસ ગરબા હરીફાઇ

કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલીત શિવણ કલાસની બહેનોનો રાસ ગરબા હરીફાઇનો કાર્યક્રમ કમલેશભાઇ જોષીપુરા પુર્વ કુલપતિ સૌ.યુનિ.ના પ્રમુખ સ્થાને તેમજ નેહલભાઇ શુકલ, ચિમનભાઇ શુકલ જનલોક કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટન ટ્રસ્ટી તેમજ એ.એસ.પંડયાના મુખ્ય મહેમાન પદે તેમજ ગીરીશભાઇ પરસાણા, ચંદુભાઇ પટેલ, ઘનશ્યામભાઇ પટેલ, શ્રી કિશોરભાઇ પરસાણાના અતિથિ વિશેષ પદે યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૃઆત સ્વાગત પ્રવચન  ભરતભઇ ત્રિવેદીએ કરેલ. કર્યક્રમનું સંચલન નિલેશભઇ વોરા અને યશવંતભઇ પાટડીયાએ કરેલ. બેસ્ટ પફોમર્સઃ પ્રથમ નંબરે : ફીચડીયા ખુશ્બુ, બીજા નંબરેઃ નિરાલી પરમાર,  ત્રીજા નંબરે : મીતાલી ગોહેલ, વેલડ્રેસઃ સિધ્ધી ખરસાણી, મેર મીના તેમજ સીનીયર અને બાળકોને ઉપરોકત વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે શિલ્ડ રોકડ પુરસ્કાર રૃપે ઇનામો આપવામાં આવેલ. આ ગરબા હરીફાઇમાં ભકિત ભાવના અનેરા હર્ષ ઉલ્લાસ અને શ્રધ્ધા ભાવ સાથે ૧૨૦ બહેનોએ ભાગ લીધેલ. આ રાસ ગરબા હરીફાઇમાં નિર્ણાયક તરીકે પ્રફુલાબેન સોની, નેહલ રાધનપુરા, ગાયત્રીબેન સોનીએ સેવા આપેલ. કાર્યક્રમના અંતે આભાર વિધી નિરવ પારેખે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઇ રૃપારેલ, રાજુભાઇ મહેતા, ભાવેશ રાધનપુરા, ઉમેશભાઇ જે.પી., બિપીનભાઇ જોષી, આનંદ પરસાણા, વિપુલભાઇ પટેલ, કૌશીક દવે, સુબોધ રાધનપુરાએ તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ.

(3:51 pm IST)