Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રવિવારે દીકરીઓના હસ્તે સમસ્ત સગર સમાજના કન્યા છાત્રાલયનું ભુમિપુજન

વિજયભાઇ રૃપાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિઃ સન્માન

 

 

રાજકોટઃ શ્રીસગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટરાજકોટ સંચાલિત સમસ્ત સગર સમાજ કન્યા છાત્રાલય શિલાન્યાસ વિધી(ભુમિ પૂજન) તા.૦૯ને રવિવાર શરદપૂનમના દિવસે સવારે ૯ વાગ્યે શાસ્ત્રોકત વિધીથી કરવામાં આવશે. ભુમિ પૂજન સગર સમાજની દિકરીઓના વરદ હસ્તે કરાશે. પૂર્વ મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૃપાણી ખાસ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે મંત્રી શ્રીઅરવિંદભાઇ રૈયાણી, સાંસદ શ્રીમોહનભાઇ કુંડારીયા, શ્રીપૂનમબેન માડમ, શ્રીરમેશભાઇ ધડુક, શ્રીરામભાઇ મોકરીયા, પૂર્વ મંત્રી શ્રીચિમનભાઇ સાપરીયા, મુળુભાઇ બેરા, ધારાસભ્યો શ્રીવિક્રમભાઇ માડમ, શ્રીબાબુભાઇ બોખીરીયા, શ્રીચિરાગભાઇ કાલરીયા, મેયર શ્રીડો.પ્રદિપ ડવ, તથા શ્રીધનસુખભાઇ ભંડેરી, શ્રીનીતિનભાઇ ભારદ્વાજ, શ્રીઉદયભાઇ કાનગડ, શ્રીપુષ્કરભાઇ પટેલ, શ્રીકમલેશ ભાઇ મિરાણી, શ્રીકિશોરભાઇ રાઠોડ વગેરે ઉપસ્થિત રહેશે.

ભુમિપૂજન બાદ બિલ્ડીંગના બાઁધકામનું કાર્ય શરૃ કરવામાં આવશે, જેમાં અઢીસો દિકરીઓ માટે રહેવા તથા જમવા સાથે તેઓ આત્મનિર્ભર બની શકે તે માટે શિવણના વર્ગો, સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, સ્પોર્ટસ રૃમ વગેરે વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે. આ અંગે વધુ માહિતી માટે મો.૯૪૨૬૨ ૧૯૯૦૫ ઉપર આણંદભાઇ કરથીયાનો સંપર્ક કરી શકાય છે.(

(3:47 pm IST)