Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

હડતાલ પરના ગ્રામીણ કોમ્‍પ્‍યુટર ઓપરેટરોને છુટા કરવાના આદેશ સામે પંચાયતમાં ધરણા

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના બગીચામાં ગ્રામીણ કોમ્‍પ્‍યુટર ઓપરેટરોએ ધારણા કરી ડી.ડી.ઓ.ને. સંબોધેલ આવેદન આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા.૮ : ગ્રામ પંચાયતોમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર (વી.સી.ઇ.) તરીકે કામગીરી કરતા કર્મચારીઓને પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે હડતાલ ચલાવી છે. હડતાલ પર રહેલા વી.સી.ઇ. ને છુટા કરવાના આદેશ સામે આજે સંબધિત ઓપરેટરોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરી આવેદન આપ્‍યું હતું.

ડી.ડી.ઓ.ને  સંબોધીને લખેલા આવેદનમાં રાજકોટ જિલ્લા ગ્રામપંચાયત કોમ્‍પ્‍યુટર ઓપરેટર મંડળે જણાવ્‍યું છે કે સરકારે અમારી પડતર માંગણીઓ ન સ્‍વીકારતા ૩ સપ્‍ટેમ્‍બરથી હડતાલ પર છીએ. રાજકોટ જિલ્લાના અમૂક ટી.ડી.ઓ.એ આપની સૂચનાનો સંદર્ભ ટાંકીને હડતાલ પરના વી.સી.ઇ.ને છુટા કરવા પત્ર પસિધ્‍ધ કર્યો છે જેથી ઓપરેટરોમાં રોષ ફેલાયો છે. અમારી રોજગારીને ધ્‍યાને રાખીને આ આદેશ પરત ખેંચવો જરૂરી છે. અમારી પડતર માંગણીઓ અંગે સરકારમાં રજુઆત કરો તેવી વિનંતી છે. છુટ્ટા કરવાના આદેશથી ઓપરેટરો માનસિક રીતે ભાંગી પડયા છે અને શાંતિપૂર્ણ હડતાલ ચલાવવા માંગીએ છીએ. અનિચ્‍છનીય બની શકે તેવું કાંઇ પણ ન કરવા અમારી વિનંતી છે.

(3:40 pm IST)