Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઉમાવંશી પારીવારીક વન-ડે નવરાત્રીથી કલબ યુવી-૨૦૨૨ રાસોત્‍સવની પૂર્ણાહુતી

નવમા નોરતે મેગા ફાઈનલમાં વિજેતા ખેલૈયાઓને ઈનામ વિતરણઃકડવા પાટીદારની વિવિધ ૨૫ જેટલી સંસ્‍થાઓના હોદેદારો પરિવારજનોએ સાથે મળી રાસોત્‍સવનો આનંદ માણ્‍યોઃ દ્વારકાધીશની ધ્‍વજાજીનું કલબ યુવીના આંગણે પધરામણી

રાજકોટઃ ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી  આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં ગઈ કાલે દશેરાના દિવસે ઉમાવંશી પારીવારીક વન ડે નવરાત્રીની રંગે ચંગે ઉજવણી સાથે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ-ર૦રર ની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. નવમા નોરતે મેગા ફાઈનલ વિજેતાઓ જાહેર કરી કલબ યુવી ના સ્‍પોન્‍સર પરીવારો દ્રારા તેમને ઈનામ વિતરણ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

ઉમાવંશી પારીવારીક વન-ડે નવરાત્રીમાં અતિથિ વિશેષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, સાંજસમાચારના એકઝીકયુટીવ એડીટર કરણભાઈ શાહ, ઉપસ્‍થિત રહયા હતા. કલબ યુવીમાં નવમા નોરતે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, રા.મ્‍યુ.કો. કમિશ્‍નર અમીત અરોરા, ડેપ્‍યુટી કમિશ્‍નર હર્ષદ પટેલ ની સાથે નેશનલ હોકી ટીમના ગુજરાત બહારના પ૦ ખેલાડી ભાઈ-બહેનોએ પણ રાસોત્‍સવ નિહાળ્‍યાનું યાદીમાં જણાવાયું છે.

 વિજય દશમીના પાવન અવસરે કલબ યુવીના આંગણે દ્રારકાધીશની ઘ્‍વજાજીની પધરામણી થઈ હતી.  કલબ યુવીના ટ્રસ્‍ટીઓ તથા ૧૦૮ ની ટીમ દ્વારા ધ્‍વજાજીને પૂજન અર્ચન કરી હર્ષભેર વધાવવામાં આવ્‍યા હતા.  કલબયુવીના  મેગા ફાઈનલ વિજેતાઓને કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વા. ચેરમેન સિમતભાઈ કનેરીયા, કન્‍વીનર કાંતીભાઈ ધેટીયા, ટ્રસ્‍ટીઓ એમ.એમ. પટેલ, શૈલેષભાઈ માકડીયા, જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, બાન લેબ પરિવારના લવકુમાર ઉકાણી હેમાંશી તથા રાધા, કલાસીક ગુ્રપના સીતેષભાઈ ત્રાંબડીયા, ગોલ્‍ડન ક્રાઉન ગુ્રપના હર્ષદભાઈ ભોરણીયા, પરેશભાઈ ચાંગેલા, હાઈબોન્‍ડ ગુ્રપના રાજનભાઈ, નીશાબેન વડાલીયા, આઈકોન ગુ્રપના તુલેશભાઈ તથા શિતલબેન સરોડીયા, સનફોર્જ ગુ્રપના રાજુભાઈ કાલરીયા, એન્‍જલ ગુ્રપના જીગ્નેશભાઈ આદ્રોજા, શ્‍યામલ ગુ્રપના અમીતભાઈ ત્રાબંડીયા, સિદસરના ટ્રસ્‍ટી દિપકભાઈ તથા કોમલબેન ગોવાણી, વિજય ઈલેકટ્રલનીકસ ના અ૯પેશભાઈ તથા જાગુતિબેન મકવાણા, અલ્‍ટોસા ગુ્રપના હસમુખભાઈ, કાજુબેન તથા સોનલબેન ઉકાણી, શિલ્‍પન ગુ્રપના સમીરભાઈ કાલરીયા, નીતલ કાલરીયા, હાર્મની ગુ્રપના ભરતભાઈ તથા તૃપ્‍તીબેન ખાચર, ટ્રાઈડન હાઈટસ ગુ્રપના રમણીકભાઈ તથા નિર્મલાબેન મેધપરા, મોરબી સિરામીક ઓે. ના કૌશલભાઈ કુંડારીયા, જય પટેલ, ધ કનેકટ ગુ્રપના મનોજભાઈ તથા દિપ્‍તીબેન કાલરીયા વિગેરેએ વિજેતા ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

 મેગા ફાઈનલમાં ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સેસ તરીકે વીડજા જીયા, ભુત જીલમીલ, ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ ગોવાણી તરંગ, સોલીયા સુમીત, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ તરીકે કાસુન્‍દ્રા વૈદી, કલોલા યશ્‍વી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ તરીકે અધેરા યુગ, ખાચર હેરીક, વેલ ડ્રેસ પ્રિન્‍સેસ તરીકે મેંદપરા જીલ, સવસાણી અમી, કોરડીયા કાજલ, વેલ ડ્રેસ પ્રિન્‍સ જીવાણી અમન, કાલરીયા દિપેન, કુકડીયા દિપ, પ્રિન્‍સેસ તરીકે આરદેશણા અવની, ગોવાણી નીરાલી, કાલાવડીયા રીતુ, પ્રિન્‍સ તરીકે ધુલેશીયા બ્રિજેશ, લોદરીયા બોનક, રામાણી ધવલ વિજેતા બન્‍યા હતા.

કલબના યુવીના સમગ્ર અયાોજનને સફળ બનાવવા મૌલેશભાઈ ઉકાણી અને સ્‍મિતભાઈ કનેરીયાએ ૧૦૮ની ટીમને બિરદાવી હતી. તેમ મીડિયા કોર્ડીનેટર રજની ગોલે યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(3:34 pm IST)