Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રવિવારે શરદપૂર્ણિમા

અગાસીએ રાત્રે સાકરવાળુ દુધ અને પૌવા મુકી તેનો પ્રસાદ ગ્રહણ કરવો

રવિવારે શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાનુ અમૃત તત્‍વ પૃથ્‍વી ઉપર વરસાવશે  શરદ પૂનમઃ ચંદ્ર સોળ કળાએ ખીલશે. આસો સુદ પૂનમને રવિવારે તા. ૯.૧૦ના દિવસે શરદ પૂનમ અને આજ દિવસે વ્રતની પૂનમ છે. એક વર્ષમાં બાર પૂનમ આવે છે. તેમ શરદ પૂનમનું મહત્‍વ વધારે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રમાં ૧૬ કળાએ  ખીલી ઉઠે છે. અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્‍વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્‍વ શરદ પૂનમની રાત્રે પ્રકાશ  દ્વારા પૃથ્‍વી પર પડે છે. તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદ પૂનમની સાંજના લક્ષ્મીપૂજન કરવુ શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્‍ઠ છે. નિર્ધનતાનો નાશ થાય છે. સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિકકા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવુ. સાકરવાળા દુધનો તેના પર શ્રીસુકત બોલતા બોલતા અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્‍થીર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.....

શરદ પુનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે. અને તપાસ કરે છે કોણ જાગી રહ્યુ છે મારો કયો ભકત જાગે છે. આથી શરદ પૂનમનુ એક નામ કોજાગરી પૂનમ પણ કહેવામા આવે છે....

શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્‍વ રૂપી તેજ પૃથ્‍વી પર પાડતા હોવાથી પોતાની અગાસીમાં રાત્રે સાકરવાળુ  દુધ અને પૌંવા થોડીવાર રાત્રે ૧૨ વાગ્‍યે મુકી અને તેનો પ્રસાદ લેવો તેનુ મહત્‍વ વધારે છે તેનાથી શરીરની આરોગ્‍યતા સારી રહે છે. અથવા તો આખી રાત સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય...

શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દોરો પરોવવાથી આખોનું તેજ અને બળ વધે છે. આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્‍વ વધારે છે. ધાર્મિક દ્રષ્‍ટિએ શ્રીકૃષ્‍ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પૂનમની રાત્રે થઇ હતી. આથી શરદ પૂનમની રાત્રે કૃષ્‍ણ ભગવાનની ભકિતનુ મહત્‍વ પણ વધારે રહેલુ છે. જયોતિષની દૃષ્‍ટિએ લોકોને ચંદ્ર નબળો હોય અથવા જન્‍મકુંડળીમાં ગ્રહણયોગ વિષયોગમાં જન્‍મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જાપ પૂજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે. શરદ પૂનમના દિવસે સવારે વિષ્‍ણુ સહષા નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે. લક્ષ્મી પુજાનો સાંજનો શ્રેષ્‍ઠ સમય રવિવારે શરદ પૂનમના દિવસે સાંજે ૬.૧૦ થી ૮.૪૨ સુધી છે.

શરદ પૂનમની રાત્રે ૧૨ વાગ્‍યા સુધી અથવા આખી રાત્રીનુ જાગરણ કરવુ.

શાષાી રાજદીપ જોશી (વેદાંત રત્‍ન) મો. ૯૯૨૫૬૧૧૯૭૭

(3:28 pm IST)