Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રાજકોટના દેવપરામાં પટેલ મહિલાને માનસિક અસ્વસ્થ દિયરે છરીના ઘા ઝીંકી પતાવી દીધા

રાજકોટઃ રાજકોટના કોઠારીયા રોડ પર દેવપરામાં રહેતા ચમન સરધારા નામના પટેલ યુવાને પોતાના ભાભીને છરીના ઘા ઝીંકી પતાવી દેતા ચકચાર જાગી છે. ભકિતનગર પોલીસે આરોપીને અટકાયતમાં લીધો છે અને કહેવાય છે કે આ આરોપી માનસિંક રીતે અસ્વસ્થ છે અને મિલકતના મામલે વર્ષોથી પોતાના ભાઇ-ભાભી વિરૃધ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:35 pm IST)