Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

જૈનમ રાસોત્સવ : સીરીયલ સ્ટાર નાદીયા હિમાની અને સીંગર લાલીત્યા મુન્શાએ જમાવટ કરીઃ આજે મેગા ફાઈનલ રાઉન્ડ રમાશે : વિજેતાઓને લાખેણા ઈનામો

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે માં જગદંબાની આરતી ક્ષત્રીય સમાજનાં આગેવાનશ્રી સર્વેશ્રી રાજકોટ ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહિલ, આર.ડી. જાડેજા સાહેબ, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહજી જાડેજા, હરપાલસિંહજી જાડેજા, લાલુભા જાડેજા, નીલરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ડો.કુંદલબા જાડેજા, શિવરાજસિંહ જાડેજા તેમજ આઠમા નોરતે રાજપુત સમાજનાં આગેવાન સર્વશ્રી કિશોરભાઈ રાઠોડ (મહામંત્રીશ્રી - રાજકોટ શહેર ભાજપ), જેવી હેરમા, બેચરભાઈ પરમાર, રમેશભાઈ ચૌહાણ, હેમુભાઈ ચૌહાણ, સંદીપભાઈ ડોડીયા, ગોવિંદભાઈ ડોડીયા, હિતેન્દ્રભાઈ ડોડીયા, હરેશભાઈ પરમાર,  જયુભાઈ રાઠોડ, હીતેશભાઈ રાઠોડ, રાજવીરસિંહ ડોડીયા, હીતેન્દ્રસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ડોડીયા, ખોડુભા ચાવડા, જયદિપભાઈ રાઠોડ, કિરણભાઈ રાઠોડ, જયસિંહ પઢીઆર, નિલેશભાઈ સોલંકી (સંજય આર્ટ), વિજયસિંહ ચૌહાણ (પરફેકટ), સુરેશભાઈ સિંધવનાં હસ્તે આરતી ઉતારવામાં આવેલ હતી.

જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં સાતમાં નોરતે ઘનશ્યામભાઈ હેરભા (રા.રા. જવેલર્સ), કરણભાઈ શાહ (સાંજ સમાચાર), કાશ્મીરાબેન નથવાણી, જીજ્ઞેશભાઈ દોશી (ડોમા ઈમ્પેક્ષ), શૈલેન્દ્રસિંહ જાડેજા, ધૃતિબેન દવે, કેતનભાઈ વસા, જે.વી. શાહ, જયંતભાઈ મહેતા, ગોપાલભાઈ માંકડીયા, રાજુભાઈ તંબોલી, યોગેનભાઈ મહેતા, પરેશભાઈ ઠાકર - એડવોકેટ, ડો.જતીન પટેલ (ઓર્ચિડ હોસ્પિટલ), ભાવેશભાઈ પટેલ (પટેલ ટીમ્બર),  સમીરભાઈ ગામી તેમજ આઠમા નોરતે જે.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરનાં જગદીશભાઈ ડોબરીયા, શ્રી ધનસુખભાઈ ભંડેરી - ચેરમેન ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ, જયેશભાઈ શાહ (સોનમ કવાર્ટઝ), અનીલભાઈ દેસાઈ, કમલેશભાઈ મોદી (પ્રમુખશ્રી રેસકોર્સ પાર્ક), શીરીસભાઈ બાટવીયા, પી.આઈ. શ્રી રાવલ, ચિમનભાઈ દોશી - શિતલ ઈલેકટ્રોનિકસ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી દેવાંગભાઈ માંકડ, આર.એસ.એસનાં અગ્રણીશ્રી કિશોરભાઈ મુંગલપરા, સાંજસમાચારનાં પૂર્વિબેન શાહ,  ડો.મહેશ શીંગાળા, શ્રી નરેન્દ્રભાઈ દવે, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, કેતનભાઈ વસા, સંજયભાઈ પરમાર, અજયભાઈ પરમાર, કીરીટભાઈ ગોહેલ, ગજુમતીબેન કોઠારી, ડો.સમીર પ્રજાપતી, રાકેશભાઈ નથવાણી, ડો.મિતેશ ભાલાણી  ઉપસ્થિત રહયા હતા.

પંકજ ભટ્ટનાં સાંજીદા, યુ ટયુબ ઉ૫ર અનેરું આકર્ષણ જગાવનાર ચુનીંદા ગાયકો ખેલૈયાઓને ઝુમાવી રહ્યા છે. ટીવી સીરીયલ સ્ટાર નાદીયા હિમાની સાથે મુંબઈના ફેમસ સિંગર લાલિત્યા મુન્શો પોતાની આગવી શૈલીમાં રાસ-ગરબા રજુ હાજર સૌને મન મોહી લીધેલ હતું.

આજે સાંજે માતાજીની આરતી રાજકોટનાં પ્રજાપતિ સમાજનાં આગેવાનોના હસ્તે થશે.

સાતમા નોરતે આયોજીત ચુડી-ચુનરી સ્પર્ધા રાખેલ જેમાં દોશી હેતવી, દોશી નિત્યા, કામદાર ધારા, શાહ મેઘા, મહેતા સૃષ્ટીને  વિજેતા જાહેર કરેલ અને ઈમાનો આપી સન્માનીત કરવામાં આવેલ હતા. ઉ૫રાંત બોયઝ માટે કેડીયા-મોજડીની સ્પર્ધા રાખેલ જેમાં પારેખ પ્રશમ, ગાંધી અક્ષીત, શાહ પ્રિયાંશુ, શાહ પાર્થને ઈનામો આપી સન્માનીત કરવામાં આવેલ હતા.

સાતમાં નોરતે પ્રીન્સ તરીકે મહેતા મલય, મહેતા કેવીન, દેસાઈ જૈનમ, જૈન પુષ્પક, અને  પ્રિન્સેસ તરીકે શાહ દિપલ, વોરા ધ્વની, વોરા નીયા, શાહ ધ્રુવી, કામદાર પલક, મહેતા જલ્પા આ ઉપરાંત મેલ વેલડ્રેસમાં શાહ પ્રિયાંશ, મહેતા મીનલ, શાહ મીહીર તેમજ  ફીમેલ વેલડ્રેસમાં શાહ મેદ્ય મહેતા શ્રેયા, શાહ ખ્યાતી, કીડ્સ પ્રીન્સમાં મહેતા હર્ષ, વોરા રક્ષીત, શાહ સૌમ્ય, દોશી રાજન, દેસાઈ જૈનમ્, મહેતા શ્રેય તેમજ  કિડ્સ પ્રિન્સેસમાં મહેતા ધ્વની, વોરા જીનાલી, વોરા પ્રિયાંશી, દેસાઈ સાક્ષી, દોશી યશ્વી, મહેતા રૂચીચા કીડ્સ વેલડ્રેસ પ્રીન્સમાં દોશી જશ, શાહ અક્ષત, પારેખ પ્રશમ અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં દોશી શ્રેયા, મહેતા આશી, પાટડીયા બ્રિશા ઉપરાંત  ને વિજેતા જાહેર કરેલ હતા, જયારે  ૪૦+માં મેલ પારેખ કેતન અને કોઠારી નિશાંત અને ૪૦+ ફીમેલ બેસ્ટ પર્ફોમન્સમાં શાહ નમ્રતા અનુ લાખાણી જયશ્રીને ઈનામો અપાયા હતા.

આઠમાં નોરતે પ્રીન્સ તરીકે મહેતા કુશલ, વોરા ભવ્ય, શેઠ બ્રિજ અને  પ્રિન્સેસ તરીકે શાહ ખ્યાતિ, શાહ જીગીશા, મોદી વૃઘ્ધી આ ઉપરાંત મેલ વેલડ્રેસમાં શેઠ ભવ્ય, ધેલાણી પાર્થ, રોહન અવલાણી તેમજ  ફીમેલ વેલડ્રેસમાં શાહ રૂત્વિ, મહેતા દિવ્યા, પાટડીયા જલ્પા, કીડ્સ પ્રીન્સમાં શાહ હર્ષિત, દોશી કાવ્ય, મહેતા વિનીલ તેમજ  કિડ્સ પ્રિન્સેસમાં કોઠારી હસ્તી, કામદાર મહેક, દોશી શ્રેયા, અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સમાં મહેતા હર્ષ, બાવીશી આગમન, શેઠ ભવ્ય  ઉપરાંત  કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં પાટડીયા શ્રરા, હપાણી માહી, મહેતા પલક  ને વિજેતા જાહેર કરેલ હતા, જયારે  ૪૦+માં મેલ સંઘવી અમીત અને ગાંધી વિપુલ અને ૪૦+ ફીમેલ બેસ્ટ પર્ફોમન્સમાં શેઠ અલ્પા અને મહેતા વૈશાલીને ઈનામો અપાયા હતા. જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈ,મેઘાવીબેન, અર્ચનાબેન, જલ્પાબેન પંડયા, માલાબેન કુંડલીયા તેમજ આઠમા નોરતે જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈની સાથે હર્ષદભાઈ ગોહેલ, બોસ્કીબેન નથવાણી, માન્યતાબેન ઓડેદરા, ડો.અમીતાબેન ભાલાણીએ સેવા આપેલ.

(4:12 pm IST)