Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

'અવળી-સવળી આંબળિયાની ડાળ રે' જંગલમાં હું એકલી ગીત વાગતા જ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા

રઘુવંશી પરિવાર રાસોત્સવમાં આઠમા નોરતે ધબધબાટી : કલર્સ ગુજરાતી ચેનલ પર પ્રસારીત સિરિયલ લક્ષ્મી સદૈવ મંગલમમાં મુખ્ય પાત્ર ભજવનાર લક્ષ્મી મુખ્ય મહેમાન બન્યા

રાજકોટઃ રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ગઇકાલે રઘુવંશી ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા હતા. સૂરતાલના સથવારે અને ગીતોની રમઝટ વચ્ચે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ નાચી ઉઠ્યા હતા. અવળી-સવળી આંબળિયાની ડાળ રે જંગલમાં હું એકલી ગીત વાગતા જ ખેલૈયાઓ આનંદ વિભોર થયા હતા.

રઘુવંશી પરિવારના આંગણે કલર્સ ગુજરાતી ચેનલ પર આવતી લક્ષ્મી સદૈવ મંગલમ સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર લક્ષ્મી મુખ્ય અતિથિ બન્યા હતા.

મેગા ફાઇનલમાં પ્રથમ પ્રિન્સને આન હોન્ડાના શ્યામભાઇ રાયચુરા તરફથી સ્પ્લેન્ડર અને ધરતી હોન્ડાના દિનેશ લાખાણી તરફથી પ્રથમ પ્રિન્સેસને એકિટવા આપવામાં આવશે. રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૯માં અતિથિ તરીકે રઘુવંશી અગ્રણી હિતેષ બગડાઇ, ડીએમએલ ગૃપના હરીશભાઇ લાખાણી, ચિરાગ લાખાણી, દર્શન લાખાણી, વિક્રમ પોપટ, રૂપલબેન રાજદેવ, નરેન્દ્રભાઇ પૂજારા, શિલ્પાબેન પૂજારા, ડો.પૂર્વીબેન તન્ના, જલ્પાબેન તન્ના, અલ્પેશભાઇ પૂજારા, સોનલબેન પૂજારા, આર.ડી.ગૃપના પરેશભાઇ પોપટ, જ્યોતિ પોપટ, અનીલભાઇ રાજાણી, પ્રેમ પેટ્રોલિયમના આશિષભાઇ હિંડોચા, ડિમ્પલબેન હિંડોચા, ક્રિસ્ટલ હોટલના શિવમભાઇ કારીયા, બિપીનભાઇ બુદ્ધદેવ,હસમુખભાઇ નાગ્રેચા, મહિપતસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

આઠમા નોરતે પ્રથમ પ્રિન્સ તરીકે દર્શીત નથવાણી, બીજા નંબરે મેહુલ કેશરીયા અને ત્રીજા નંબર પર યશ અનડકટ જ્યારે પ્રથમ પ્રિન્સેસ તરીકે સેજલ નથવાણી, બીજા ક્રમે ધાર્મિકા જીવરાજાની અને ત્રીજા નંબર પર ધ્રુવી કોટેચા અને પાયલ સેજપાલે મેદાન માર્યુ હતું.

ભરત મહેતાનું મેડ મ્યુઝિક ઉપરાંત ગાયક કાસમ બાગડવા,ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, તેમજ લાઇવ જોકી રઘુ ત્રિવેદી તેમજ એન્કર લવલિ ઠક્કરે સુમધુર સ્વર આપી રહ્યા છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૂપમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબિયા, વિપુલ મણિયાર, ડો. હાર્દિપ રૂપારેલ, હિરેન કારીયા, કીર્તિ શીંગાળા, મનોજ ચતવાણી, મયુર અનડકટ, પ્રકાશ ગણાત્રા, દીપ વિઠલાણી તથા મહિલા સમિતિના શીતલબેન બુદ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમીટી સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન વિઠલાણી, કૃણાલ ચોલેરા, કેજશ વિઠલાણી, જલ્પેશ દક્ષિણી, પાર્થ જોબનપુત્રા, દર્શન કક્કડ, મહેક માનસાતા, કેવલ વસંત, રવિ માણેક, રોનક સેજપાલ, પાર્થ કોટક, હિમાંશુ કારીયા, હેમાંગ તન્ના, મહેશ કક્કડ, મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાનીએ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST

  • ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી અનુમુલા ગીતેશ સરમા ની નિમણુંક : ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે access_time 8:10 pm IST