Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રેલનગરના ચકચારી જયરાજસિંહ જાડેજાની હત્યાના કેસમાં અજયસિંહ વાળાની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા.૭: રેલનગરના જયરાજસિંહ જાડેજાના ચકચારી મર્ડર કેસમાં આરોપીની જામીન અરજીને હાઇકોર્ટે નામંજુર કરી હતી.

આ ચકચારી કેસની વિગત જોઇએ તો ગત તા.૨૯-૧૨-૨૦૧૭ના રોજ જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજા જાતે દરબાર,રહે-રેલનગર-૩, બજરંગવાડી વાળા પાસે બપોરે ૪ વાગ્યાના અરસામાં પુનિતનગર પાસે એરપોર્ટની દીવાલ પાસે થી જતાં હતા ત્યારે પુનિતનગરમાં જ રહેતા અજયસિંહ વાળા સાથે વાહન અથડાયેલ હોય જે બાબતે અજયસિંહવાળા તથા તેની સાથેના માણસે જયરાજસિંહ સાથે જઘડો કરેલ જેથી જયરાજસિંહે તેમના ભાઇ ઋતુરાજસિંહ ભૂપતસિંહ જાડેજા તથા સમર્થસિંહ ને બોલાવતા ઋતુરાજસિંહના નજર સામે અને હાજરીમાં જ જયરાજસિંહ ઉપર અજયસિંહ એ પોતાના પેન્ટના નેફામાં રહેલ છરી વડે હુમલો કરેલ અને જયરાજસિંહને છરીનો જીવલેણ ઘા મારી મોત નીપજાવેલ અને જયરાજસિંહના ભાઇ ઋતુરાજસિંહને પણ છરી વડે ઇજા થયેલ અને અજયસિંહની સાથેના સમર્થસિંહ પર પથ્થર ઉગામી અકબીજાની મદદગારી કરેલ.

આ બનાવ બાદ માણસો ભેગા થઇ જતાં બંને આરોપીઓ ભાગી જતા જયરાજસિંહને હોસ્પિટલે લઇ જતાં ફરજ પરના તબીબે જયરાજસિંહને મરણગયેલ જાહેર કરેલ. આ બનાવમાં નજરે જોનાર સાક્ષીઓ સમર્થસિંહ તથા ઋતુરાજસિંહ હોય, મરણ જનારના નાનાભાઇ તથા આ કામના ફરીયાદી ઋતુરાજસિંહને પણ હાથે પગે ઇજાઓ થયેલ અને તેને પણ મારી નાખવાની કોશિશ થતાં પોલિસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો.

આ અંગે જયરાજસિંહના નાનાભાઇ ઋતુરાજસિંહ ભૂપતસિંહ જાડેજાએ અજયસિંહવાળા તથા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગાંધીગ્રામ પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૦૭,૧૧૪ તથા જી.પી.એકટની કલામ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરેલ અને  તપાસના અંતે પોલિસએ બન્ને આરોપીઓની ધરપકડ કરેલ.ત્યારબાદ અજયસિંહ વાળા રાજકોટની સેન્ટ્રલ જેલમાં હોય રાજકોટની સેશન્સ અદાલતમાં અગાઉ જામીન અરજી નામંજુર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છૂટવા જામીન અરજી કરેલ.

આ જામીન અરજી નામ.ગુજરાત હાઇકોર્ટમાં ચાલી જતાં ગુજરાત હાઇકોર્ટ બન્ને પક્ષની દલીલ ઉચ્ચઅદલતોના ચૂકાદાઓ,ગુનાની ગંભીરતા જોતા આરોપી-અરજદાર અજયસિંહ વાળાની જમીન અરજી નામંજુર કરેલ છે.

આ કેસમાં મૂળ ફરિયાદ વતી હાઇકોર્ટના વકીલ પ્રવીણભાઇ ગોંડલિયા તથા રાજકોટના વકીલો રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી.જાડેજા, ભરતભાઇ સોમાંણી, તથા શિવરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

(3:50 pm IST)