Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

શિક્ષણ સમિતિના ૨૩૮ બાળ વૈજ્ઞાનિકોને કૌશલ્યવર્ધક કૃતિઓ રજૂ કરી

૧૧૯ શાળાઓના ૨૩૮ બાળવૈજ્ઞાનિકોએ ૧૧૯ અવનવા મોડલ્સ રજુ કરી સૌને મંત્ર મુગ્ધકર્યાઃ બે દિવસીય ગણીત-વિજ્ઞાન પ્રદર્શન ૧૦ હજાર છાત્રોએ નિહાળયુ

રાજકોટ તા. ૭ :.. જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ડાયેટ રાજકોટ દ્વારા આયોજીત બે દિવસીય શહેર કક્ષાના ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન ર૦૧૯ નું ભવ્યાતિભવ્ય આયોજન નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિની પૂર્વ ઝોનની પંડિત જવાહરલાલ નહેરૂ પ્રા. શાળા નં. ૬૭ ખાતે કરવામાં આવ્યુ હતું. બે દિવસના મુખ્ય વિષય જીવનના પડકારો માટે વૈજ્ઞાનિકો ઉપાયો અન્વયે ૧૧૯ શાળાઓના કુલ ર૩૮ બાળ વૈજ્ઞાનિકોએ ૧૧૯ કૌશલ્યવર્ધક વર્કિંગ મોડેલ્સ રજૂ કરીને સર્વેને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં. આ બે દિવસમાં ૧૦,૦૦૦ થી વધુ છાત્રોએ પ્રદર્શન નિહળાી પ્રેરણા મેળવી હતી.

કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં કાર્યક્રમના ઉદઘાટક સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, પૂર્વે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, નેતા શાસક પક્ષ દલસુખભાઇ જાગાણી, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિ સદસ્ય સર્વ મુકેશભાઇ મહેતા, જગદીશભાઇ ભોજાણી, ભાવેશભાઇ દેથરીયા, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

સમાપન  કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત શિક્ષણ સમિતીના શાસનાધિકારી એી.બી. ડોડિયા,ઁ એ કરેલ, સમાપન કાર્યક્રમના અધ્યક્ષ અને મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ ભાગ લેનાર તમામ ૨૩૮ બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવેલ. તથા પ્રદર્શન વિષયક વિવિધ માહીતી શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકરે આપી હતી. શિક્ષણ સમિતીના સદસ્યશ્રી અલ્કાબેન કામદારે આભારવિધી કરેલ  ગણીત વિજ્ઞાન શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. પ્રદર્શનમાં ખાનગી શાળાની ૩૧ સરકારી શાળાની ૮૩, મળી કુલ ૧૧૯ કૃતિઓમાં ૨૩૮ બાળ વૈજ્ઞાનિકો, ૧૧૯ ગણીત વિજ્ઞાન શિક્ષકો ઉત્સાહભેર જોડાઇને પ્રદર્શનને સફળ બનાવ્યું હતું.

સમાપન સમારોહમાં મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, શાસનાધિકારી એસ.બી. ડોડિયા, શિક્ષણ સમિતીના સદસ્ય અલ્કાબેન કામદાર, મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડિયા, ભાવેશભાઇ દેથરિયા, રહીમભાઇ સોરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને બાળ વૈજ્ઞાનિકોએ સર્ટીફીકેટ અર્પણ કરીને પ્રોત્સાહીત કર્યા હતા. સર્વ મહેમાનોને વિજ્ઞાનની પુસ્તિકા આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિવિધ સમિતીના  કમિટી મેમ્બરો, તેમજ શિક્ષણ સમિતી કચેરી સ્ટાફ તથા એસ.એસઇ.એ. સ્ટાફે, આચાર્યશ્રીઓ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનિકલ વિષય અન્વયેની કૃતિઓ રજૂ કરાવી

રાજકોટ : કાર્યક્રમ અંતર્ગત ૧ ટકા કૃષિ પધ્ધતિઓ, ર. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, ૩. સંશાધન વ્યવસ્થાપન, ૪. ઔદ્યોગિક વિકાસ, પ.એ., ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન અને પ.બી., શૈક્ષણીક રમતો-ગાણિતિક નમુના નિર્માણ એમ કુલ પ વિભાગોમાં યોજાયેલા આ પ્રદર્શનમાં સીડ બોલ, ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ, મલ્ટી ફાર્મિંગ ટુલ, મેન્ગ્રોવ ખેતીથી પર્યાવરણ જાળવણી, સ્વાસ્થ્યપ્રદ જાસુદની ચા, સ્માર્ટ ડસ્ટબીન, ગાર્બેજ બેંક, યુટ્રોફિકેશન, હવાના શુધ્ધિકરણ માટેના યંત્રો, સિલિંડ્રિકલ રેફ્રીજરેટર વગેરે જેવી કુલ ૧૧૯ વિવિધ કૃતિઓ રજૂ કરીને ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનિકસને અનુલક્ષીને અદભૂત વર્કિંગ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, કલસ્ટર કક્ષાએ પસંદ થયેલ શ્રેષ્ઠ કૃતિઓ આજ રોજ શહેર કક્ષાએ પ્રદર્શિત થયેલ હોય. શહેર કક્ષાએ દરેક વિભાગમાંથી પ્રથમ પસંદગી પામનાર કૃતિઓને રાજય કક્ષાએ રજુ થશે.

(3:47 pm IST)