Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કાલે વિજયભાઇ રાજકોટમાં: શહેરીજનોને રર૩.૬ર કરોડનાં વિકાસ કાર્યોની ભેટ

રાજકોટઃમ્યુ. કોર્પોરેશન-રૂડાનાં વિવિધ પ્રોજેકટોનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ-ખાતમુહુર્ત : મ્યુ.કોર્પોરેશને મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવેલ ૧ બીએચકે સ્માર્ટ ઘર ફલેટ માત્ર ૩ લાખમાં અપાશેઃ લોકાર્પણ સાથેજ કબ્જો આપી દેવાશેઃ કાલે  સવારના ૧૦ કલાકે યોજાનારા કાર્યક્રમનો સંયુકત ડાયસ કાર્યક્રમ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં પેન્ટાગોન એપાર્ટમેન્ટ સામે યોજાશેઃ તંત્ર દ્વારા તડામાર આયોજન

(3:46 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી અનુમુલા ગીતેશ સરમા ની નિમણુંક : ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે access_time 8:10 pm IST