Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બુધવારે ગીરાસદાર રાસોત્સવ : બહેનોના તલવાર રાસ આકર્ષણ જમાવશે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા બાલભવન ખાતે બહેનો માટે આયોજન : ક્ષત્રિય સમાજના આગેવાનો હાજરી આપશે : દીકરીબાઓ - રાજપૂત બહેનોને ઈનામોથી નવાજાશે : ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૭ : સમગ્ર ભારતભરમાં જ નહિં વિશ્વ લેવલે જે સંસ્થાનું રાજપૂત સમાજમાં અગ્રીમ સ્થાન ધરાવે છે એવી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અખિલ ગજરાત રાજપૂત મહિલા સંઘ રાજકોટ શહેર જીલ્લાનાં સહયોગથી શરદોત્સવ-૨૦૧૯નું જાજરમાન આયોજન આગામી તા. ૯-૧૦ને બુધવારના રોજ બાલભવન રેસકોર્ષ પાસે રાજકોટ ખાતે સાંજે ૬ થી ૧૦ સુધીનું રાખવામાં આવેલ છે.

આ શરદોત્સવમાં મુખ્ય દાતાશ્રી હરિશ્ચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (હસુભા) ઘંટેશ્વર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે. મુખ્ય આયોજક કમિટીનાં ચેરમેન શ્રી પી.ટી. જાડેજા હડમતીયા (જં.), કન્વીનર કિરીટસિંહ જાડેજા-મોટાભેલા કન્વીનર, કિશોરસિંહ જેઠવા પાંડાવદર દ્વારા સેવા પ્રદાન કરેલ છે. મુખ્ય અતિથી વિશેષશ્રી શ્રી માંધાતાસિંહજી જાડેજા (ઠાકોર સાહેબ ઓફ રાજકોટ), અ.સૌ. કાંદમ્બરીદેવીજી જાડેજા (રાણી સાહેબા ઓફ રાજકોટ), શ્રી જયરાજસિંહ જાડેજા - પૂર્વ ધારાસભ્યશ્રી ગોંડલ, શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા- ધારાસભ્યશ્રી ગોંડલ, શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા- મહીલા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ, ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા (જાબીડા) મેનેજીંગ ટ્રસ્ટી અ.ગુ.રા.યુવા સંઘ, શ્રી મનોહરસિંહજી જાડેજા (ડી.સી.પી.  ઝોન-ર રાજકોટ શહેર પોલીસ), લેફટેનન્ટ કર્નલશ્રી કૃષ્ણદિપસિંહ જેઠવા (સૈનિક વેલફેર રાજકોટ હાજર રહેશે.

રાજપૂત સમાજની સાંસ્કૃતિ અને સામાજીક ચેતનાની જયોતીને ઝળહળતી રાખવા અને શકિત વંદના કાજે ૨૦ વર્ષથી ફકત રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજનાં સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ વાતાવરણમાં આ વર્ષે ખ્યાતનામ ઓરકેષ્ટ્રા મ્યુઝીકલ લવર્સ-મુંબઈના સાનિધ્યમાં શરદોત્સવ-૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યકમમાં ૧થી ૧૫ એ-ગુ્રપ, ૧૮ થી રપ બી-ગ્રુેપ, ર૬થી ઉપરનાં તમામ બહેનોને સી-ગ્રુપમાં રમાડવામાં આવશે. દરેક ગ્રુપમાં ૧ થી ૩ વિજેતા દિકરીબાઓ તથા ૧ વેલડ્રેસના વિજેતાઓને સ્વ. રાજેન્દૂસિંહ જશુભા જેઠવા પાંડાવદર તરફથી શિલ્ડ પારિતોષિક આપવામાં આવશે તેમજ રાજકોટ મહિલા સંઘ દ્વારા મોમેન્ટો આપી બીરદાવવામાં આવશે. આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા સ્થળ પર જ રાખવામાં આવેલ છે જેના મુખ્ય દાતાશ્રી રાજભા સતુભા જાડેજા - મોટાવાગુદડ સેનેટસભ્ય સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરફથી દર વર્ષની જેમ રાખવામાં આવેલ છે.

૩૫૦૦૦ વોલ્ટ સાઉન્ડ સીસ્ટમ વી.આઈ.પી. ગેસ્ટ માટે બેસવાની અલગ વ્યવસ્થા ૪૫*૨૦ મોટુ સ્ટેજ અને ૮ ફટ ઉંચુ, એલ.ઈ.ડી. પાર્લ લાઈટ ડેકોરેશન સાથે, ૪ સાઈડમાં મોટી સ્ક્રીન પર બતાવવામાં આવશે. પ્રખ્યાત ગાયક કલાકારો દ્વારા ગરબા, ગીતો રજુ કરવામાં આવશે. બાલભવનમાં આવેલ સારૂ જોકર ગ્રાઉન્ડમાં હજારો દિકરીબાઓ તથા રાજપૂત બહેનો દ્વારા રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે. સારા જાણકાર નિર્ણાયકો દ્વારા આ કાર્યક્રમમાં સેવા પ્રદાન કરશે. દર વર્ષ કરતા આ વર્ષે ખબજ મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓને ઉપસ્થીત રહેવા માટે મુખ્ય આયોજક કમિટી દ્વારા આમંત્રણ અપાયુ છે. ભાઈઓ ફકત રાસ ગરબા નિહાળશે ફકત બહેનો માટે જ આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનાં ચેરમેન શ્રી પી.ટી. જાડેજાની યાદી જણાવે છે કે આ વર્ષે ફિ પાસ રાખેલા હોય ભાઈઓ તથા બહેનોએ પોતાનુ સ્થાન ૬ કલાકે સંભાળી લેવા યાદીમાં જણાવાયુ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક કમીટીનાં શ્રી પી.ટી. જાડેજા, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, તથા મહિલા સંઘનાં જયશ્રીબા પી. જાડેજા, ઉર્મીલાબા જાડેજા, ભુપતબા જાડેજા, નીતાબા જાડેજા, હિનાબા બી. ગોહીલ, કિર્તીબા ઝાલા, દશરથબા જાડેજા, કોશીકાબા જાડેજા, કિશોરીબા ઝાલા, ક્રિષ્નાબા ઝાલા, હંસનીબા જાડેજા, રજનીબા રાણા, ડો. અલ્પનાબા ઝાલા, પુર્ણાબા ગોહેલ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. આ ઉપરાંત રાજકોટ જીલ્લાનાં તમામ તાલકા પ્રમુખો તથા હોદેદારો અને રાજકોટ શહેરના તમામ વોર્ડ પ્રમુખો તથા હોદેદારો જહેમત ઉઠાવી રહયા છે.

કેએસપીસી ગ્રુપનાં શ્રી પી.ટી. જાડેજા (હડમતીયા જં.), અક્ષીતસિંહ પી. જાડેજા, શત્રુજ્ઞસિંહ ઝાલા, ગીતા સાડીઝ નટેશ્વર ચોક તરફથી તથા રાજદિપસિંહ જાડેજા (રાજા), મુળરાજસિંહ જાડેજા, અમરદિપસિંહ જાડેજા (વાવડી કોઠારીયા) તરફથી વી.જી. સાડી રાજકોટનાં યુવરાજસિંહ ઝાલા (ફેદરા) તથા પૃથ્વીસિંહ ઝાલા, નિલાબા ઝાલા, રજવાડા રોયલ બ્યુટીક તરફથી સહયોગ મળેલ છે.

શ્રી એન. કે. જાડેજા કન્યા છાત્રાલય રાજકોટ દ્વારા એક તલવાર રાસ રજુ કરવામાં આવશે જે પણ આ કાર્યક્રમનું એક અલગ નઝરાણું પીરસવામાં આવશે. આ રાસોત્સવ કાર્યક્રમ રાસ રમવા તથા નિહાળવા માટે રાજપૂત સમાજના દિકરીબાઓમાં ખાસ ઉત્સાહ પ્રવતિ રહયો છે.

ઉપરોકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે 'અકિલા'ના સીનીયર પત્રકાર અને જીવન કો.ઓપ. બેન્કના એમ.ડી. શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના શ્રી પી. ટી. જાડેજા (આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સંઘ), કિશોરસિંહ જેઠવા (રાજકોટ જિલ્લા પ્રમુખ), પષુભા જાડેજા (રાજકોટ શહેર મહામંત્રી), અશોકસિંહ જાડેજા (રાજકોટ શહેર મહામંત્રી), હિતેન્દ્રસિંહ ઝાલા ((રાજકોટ શહેર સંગઠનમંત્રી), કનકસિંહ ઝાલા (રાજકોટ શહેર સહમંત્રી), સુખદેવસિંહ જાડેજા (રાજકોટ શહેર સહમંત્રી), જયપાલસિંહ ઝાલા (રાજકોટ શહેર સહમંત્રી), હોદ્દેદારો હિતેન્દ્રસિંહ ઝાલા, ચંપકસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૪)

કાલે યુ.પી.ના સાંસદ સત્યપાલસિંહ રાજકોટમાં

રાજકોટ : તા.૮ને મંગળવારે કાલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હાલના સાસંદ સભ્ય સત્યપાલસિંહ ૧૧:૩૦ કલાકે એન.કે. જાડેજા કન્યા છાત્રાલયના રાજકોટની દિકરીબાઓને ટ્રસ્ટીએ યુવા સંઘના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. ડો.જયેન્દ્રસિંહ તથા પી.ટી. જાડેજા તથા એડવોકેટ રાજેન્દ્રસિંહ સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે આ આગેવાનો જામનગરમાં સન્માન સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યા હોય રાજકોટ ખાતે ટૂંક રોકાણ કરી આગેવાનો - હોદ્દેદારોને મળશે.

(3:45 pm IST)