Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બુધવારે કનૈયા રાસોત્સવ : સમસ્ત મોટાભાઈ ભરવાડ સમાજ દ્વારા આયોજન

રાજકોટ, તા. ૭ : અહિંના રેસકોર્ષ સ્થિત સુરભીના મેદાનમાં તા.૯ના બુધવારના રોજ સાંજે ૭ થી ૧૨ દરમિયાન સમસ્ત મોટાભાઈ ભરવાડ સમાજ - મચ્છોમા મિત્ર મંડળ દ્વારા એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

ભરવાડ સમાજની પરંપરા મુજબ મચ્છો મિત્ર મંડળના સર્વે ખેલૈયાઓ ભરવાડી પહેરવેશમાં હુડો, હીચ, ડોઠી, ટીટોડો, બેસળી વગેરે જેવા અવનવા ગરબાની રમઝટ બોલાવશે. ઉત્સવના કલાકાર ગુજરાતના સથવારે માલધારી સમાજના ઘરેણા સમાન ગમનભાઈ સાંથલ (ભુવાજી)ના સથવારે જમાવટ જામશે. રાસોત્સવ વિનામૂલ્યે રાખેલ છે.

આ આયોજનને સફળ બનાવવા સમાજના સર્વશ્રી દિનેશભાઈ મેઘજીભાઈ માટીયા, રમેશભાઈ ચમનભાઈ બાંભવા, સંજયભાઈ લક્ષ્મણભાઈ ગમારા, ભુપતભાઈ વજીભાઈ ઝાપટા, સંજયભાઈ અરૂણભાઈ લાંબરીયા, ભુવાભાઈ નાથાભાઈ ઝાપડા રાજુભાઈ મૈયાભાઈ ટોપટા, હરેશભાઈ મૈયાભાઈ ઝાપડા, હરેશભાઈ ગોકળભાઈ માટીયા, બાબુભાઈ તીથલભાઈ ચાવડીયા, દિનેશભાઈ કવાભાઈ રાઠોડ, જીતુભાઈ રામભાઈ ઝાપડા, મનીષભાઈ ગમારા, વિરલભાઈ સવાભાઈ ઝાપડા, હીરાભાઈ ભાણાભાઈ ઝાપડા, નિલેશભાઈ હરજીભાઈ બાંભવા, પરેશભાઈ બચુભાઈ ડાભી, બાબુભાઈ વીરમભાઈ બાબુતર, ભુરાભાઈ અરજણભાઈ ભાંગવા, સામતભાઈ બાંભવા, રાજુભાઈ વિભાભાઈ ગમારા, મનીષભાઈ લાલાભાઈ ધ્રાંગીયા, જનકભાઈ વિનુભાઈ ઘેરીયા, રાજુભાઈ વેલાભાઈ ઝાપડા, સતીષભાઈ ભરતભાઈ ગમારા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:44 pm IST)