Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અંબા અભય પદ દાયીની રે... સાંભળજો સાદ ભીડભંજનીઃ અંબીકા પાર્ક ગરબી મંડળ

રાજકોટઃ શહેરના રૈયા રોડ સ્થિત અંબીકા પાર્ક ખાતે ૨૭ વર્ષથી મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. રાજકોટની ટોપ-૫ પ્રાચીન ગરબીમાં સ્થાન ધરાવતા અંબિકા પાર્ક ગરબી મંડળમાં ૬૨ બાળાઓ દરરોજ અવનવા રાસો દ્વારા મા અંબાની ભકિત કરે છે. જેમાં ટીપ્પણી રાસ, ખંજરી, રાસ, તાલી રાસ અને આકર્ષક અધોર નગારાનો રાસ સામેલ છે. અંબિકા પાર્ક સોસાયટીના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ રમેશભાઇ વિરમગામા, સેક્રેટરી પ્રતાપભાઇ વોરા, કો-સેક્રેટરી ધામેલીયાભાઇ તથા ખજાનચી યશવંતભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ડી.સી. રાવલ, છગનબાપા, દિનેશભાઇ ધમસાણીયા, ઘેટીયાભાઇ, સુભાષભાઇ વિરમગામા, નરેશભાઇ ડોડીયા, લલીતભાઇ મહેતા, કિશોરભાઇ કક્કડ સહિતના  જહેમત ઉઠાવે છે. ગરબીનું સંચાલન  આત્મીય યુવા ગ્રુપના ધ્રુમીલ પારેખ, ચેતન અનડા, જયેશ  અઢીયા, આસીત વિરમગામા , મિતેષ વોરા, દિપક સરવૈયા, ધર્મદિપસિંહ ઝાલા, મલય હાંસલીયા, ચંદ્રેશ પોપટ, અંકિત  પટેલ, સ્મિત શેઠ, પૂર્વીત મહેતા, અજય ટાંક, ધર્મીલ છત્રાળા, હર્ષીલ, જય પોપટ, વિરાજ, ચાંદ ટીલવા, તેજ, પવન, ઓમ સરવૈયા, જય, નંદ પારેખ, કૃણાલ, સૌમ્ય, રીશી, યુગ દેવાણી, બીટુ, મીત મજેઠીયા કરી રહયા છે. બાળાઓને તાલીમ હેમાબેન ભુંછડા, અવની જોબનપુત્રા, કિંજલ જોબનપુત્રા, મનીષાબેન છત્રાળા,નીવા  ભુંછડા, જુલીબેન, વિનીશાબેન મોદી, કૃપાબેન દેવાણી, ઉર્વીબેન મોદીએ આપી છે. ઉપરોકત તસ્વીરમાં અઘોર નગારાના રાસમાં ગરબે રમતી બાળાઓ તથા અંબિકાપાર્કના હોદેદારો અને આત્મીય યુવા ગ્રુપના સભ્યો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)