Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા શકિત આરાધના

 શકિત આરાધનાના પર્વે અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા 'મહિષાસુર મર્દીની આરાધના પર્વ' ઉજવાયુ હતુ. જેનું દીપપ્રાગટય શ્રીમતી દમયંતિબેન જાનીના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે શિક્ષણવિદ્દ ડો. અલ્પના ત્રિવેદી, લીનાબેન શુકલ, પ્રિ.બાનુબેન ધકાણ, શ્રીમતી જયાબેન ખુંટ, મધુબેન મારવાડી, પ્રિ. આવૃત્તિબેન નાણાવટી, ઇન્દુબેન, જસ્મીનબેન પાઠક, કાંતાબેન કથીરીયા, માધવીબેન ઉપાધ્યાય, બિનનિવાસી ગુજરાતી અગ્રણી કનકજી, મહીલા અગ્રણી રેશ્માબેન સોલંકી, શિક્ષણ સમિતિના સભ્ય અલ્કાબેન કામદાર, જયોતિબેન ભટ્ટ, કલ્યાણીબેન વચ્છરાજાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  બેઠા ગરબા વૃંદ આરાધના મહિલા મંડળના શ્રીમતી હર્ષિદાબેન સહીત ૫૧ બહેનોએ લયબધ્ધ રીતે ગરબા રજુ કરી વાતાવરણને ભાવવિભોર બનાવી દીધુ હતુ. સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુકિત તેમજ આરોગ્ય સંભાળ એમ પૂર્વ પ્રથમ મહિલા મેયર ડો. ભાવનાબેન જોશીપુરા રચિત થીમ ઉપર સ્વાવલંબી બહેનો દ્વારા સરસ કાર્યક્રમ રજુ કરાયો હતો. પરિષદના મંત્રી પ્રવિણાબેન જોશી અને કોષાધ્યક્ષ આશાબેન મદલાણી તથા ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:40 pm IST)
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST