Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વકર્મા અર્વાચીન નવરાત્રી મહોત્સવ

 રાજકોટઃ સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિનાં ભાઇ-બહેનો માટે નવરાત્રી મહોત્સવમાં નવ દિવસીય અર્વાચીન દાંડિયા રાસનું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જાજરમાન આયોજન જ્ઞાતિના પ્રમુખ રસિકભાઇ બદ્રકિયા તેમજ ચંદ્રેશભાઇ ખંભાયતાની આગેવાની હેઠળ ૧૫૦ જેટલા જ્ઞાતિના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે. ખેલૈયાઓ મુકત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે કાલાવડ રોડ, કોટેચા ચોકમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલનાં વિશાળ મેદાનમાં એક લાખ સ્કવેર ફુટમાં એક લાખ વોટ સાઉન્ડ સિસ્ટમ સથવારે, નાઇટ વિઝન સીસીટીવી કેમેરા સાથે સિકયુરીટી બાઉન્સરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જયંત ગજ્જર(ઓરકેસ્ટ્ર) ગજ્જર મ્યુઝીકલ ગ્રુપ ચાર વર્સેનટાઇલ પ્લેબેંક સિંગર સાથે ધૂમ મચાવી રહ્યા છે. દરરોજ ઇનામોની વણઝાર અને છેલ્લા દિવસે મેગા ફાઇનલમાં પ્રિન્સ તથા પ્રિન્સેસને બાઇક તથા સ્કુટર ઇનામો પણ રાખેલ છે. સુતાર સિવાયની બીજી જ્ઞાતિના કુશળ જજીસની પેનલ દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. રાસોત્સવના આ મેદાનમાં આમંત્રિતો માટે ચાર હજારથી વધુ બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જ્ઞાતિજનોને ફ્રી પાસ આપવાની સુંદર વ્યવસ્થા ગોઠવાયેલ. રાસનું મોટા લાઇવ સ્ક્રીન દ્વારા પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

(3:38 pm IST)