Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બુધવારે સમસ્ત પ્રજાપતિ સમાજના રાસોત્સવ

સહિયરના મેદાનમાં બાય બાય નવરાત્રી એક દિવસીય રાસનું આયોજન

 રાજકોટઃ તા.૭, સમસ્ત પ્રજાપતિ સમાજમાં એકતા, સંગઠન અને વિકાસને વધુ મજબુત બનાવવા માટે સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ રાજકોટ (એસપીવાયજી) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય રાસોત્સવનું નવરાત્રીનું આયોજન આગામી તા.૯ બુધવાર સાંજે ૭ કલાકે સહિયર કલબ ફનવર્લ્ડની બાજુમાં રેસકોર્ષ મેદાન, રેસકોર્ષ રીંગ રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.  ૫ હજાર ખલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે. હાય હાય લાઇન એરે સીસ્ટમ અને નામાંકીત સિંગરો રાહુલ મહેતા (છલડો અને સોનું સોંગ ફેમ), ચાર્મી રાઠોડ, સાજીદ ખ્યાર તથા સંચાલન તેજસ સીશાંગીયા યુવાઓને હૈયા ને થનગનાટ કરાવશે.

એસપીવાયજી આયોજીત રાસોત્સવમાં પ્રિન્સ, પ્રિન્સેસ અને ચિલ્ડ્રન પ્રિન્સ, પ્રિન્સેસને ઇનામોથી નવાજાશે. સમાજમાં વ્યસનમુકિત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, વૃક્ષારોપણ તેમજ અંગદાન અભિયાન જેવા સામાજિક જાગૃતિના કાર્યો માટે મહાઅભિગમ હાથ ધરેલ છે.

પાસ મેળવવા માટેના સ્થળઃ રાજન વેફર્સ, સંતકબીર રોડ રાજકોટ (વીકી ટાંક ૯૬૮૭૨૭૨૭૨૬), બાલાજી એક્ષીમ ૩૧૬,  સર્વોતમ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર સામે લીમડા ચોક, રાજકોટ (જાબાલ કટકીયા ૯૮૯૮૧૫૪૧૫૩), ટ્રેકોન કુરીયર ૧૩ દિવ્યપ્રકાશ કોમ્પલેક્ષ પંજાબ હોન્ડા શોરૂમની બાજુમાં કાલાવડ રોડ, રાજકોટ (અતુલભાઇ સુરાણી ૯૮૨૫૨૬૮૨૬૩), શ્રધ્ધા પી.વી.સી. ફર્નીચર સતનામ ચેમ્બર જુનો મોરબી રોડ, જકાત નાકા પાસે, રાજકોટ (નીલેશ જાંબુડીયા ૯૭૨૫૧ ૭૦૯૯૬) સ્થળ ઉપર પાસ વ્યવસ્થા રાખેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા અતુલભાઇ સુરાણી ૯૮૨૫૨૬૮૨૬૩, જાબાલ કટકીયા ૯૮૯૮૧૪૧૫૩, વિજય મુળીયા ૯૮૭૯૯૭૭૦૦૭, અનીલ મુળીયા ૭૫૬૭૬૧૦૦૨૩, વીકી ટાંક ૯૬૮૭૨૭૨૭૨૬, નીલેશ જાંબુડીયા ૯૭૨૫૧ ૭૦૯૯૬, ભૌતિક કાપડીયા ૮૨૬૪૯૨૪૩૧૨, મયુર નગવાડીયા ૯૨૨૭૨૧૧૨૪૪, કપિલ સતાપરા ૯૭૧૪૬૯૦૯૫૬, રોહીત ચૌહાણ ૯૨૭૪૪૪૦૧૪૩ જહેમત ઉઠાવી રહયા છે.

(3:35 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST

  • મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં ગરમાવો : કોંગ્રેસ અને NCPનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર : અમે સત્તા ઉપર આવશું તો મહારાષ્ટ્રના ઉદ્યોગોમાં સ્થાનિક નાગરિકો માટે 80 ટકા અનામત : ખેડૂતોને દેવામાફી ,બેરોજગારોને 5 હજાર રૂપિયા બેકારી ભથ્થું : તમામ માટે વિનામૂલ્યે વીમો : ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ મફત access_time 8:25 pm IST