Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રવિરત્ન પાર્ક નાગરીક મંડળ દ્વારા રાશન-મીઠાઇ-ફરસાણનું વિતરણ

રાજકોટઃ રવિરત્ન પાર્ક નાગરીક મંડળ શ્રી માનવ સેવાના ભાગરૂપે દર મહિનાના પહેલા રવિવારે ૧૮ર નિરાધાર પરીવારોને રાશનકીટ આપવામાં આવે છે. તે અંતર્ગત તાજેતરમાં રાશનકીટ તથા ફરસાણ વિતરણ સમારોહનું આયોજન કરેલ. અતિથિવિશેષ તરીકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલના નિ.શિક્ષક વૃક્ષપ્રેમી અને પશુપ્રેમી રણછોડ ભાઇ હીરપરા, બાબુભાઇ પટેલ, વિમલ લાઇટરવાળા, મહેશભાઇ પટેલ, છગનભાઇ સાવલીયા, મગનભાઇ કોરડીયા, મનસુખભાઇ ધોળકીયા, દિલીપભાઇ કાનાણી, કે.વી.લુકકા તથા નવરંગ મહિલા સત્સંગ મંડળની બહેનો ઉપસ્થિત રહેલ. અમેરીકા નિવાસી પ્રીતીબેન સ્નેહલભાઇ પટેલ તરફથી સ્વ.આર.જે.પટેલની પુણ્યતિથીએ તમામ પરીવારોને નાસ્તા વિતરણ કરેલ. શ્રી રણછોડભાઇ હીરપરા તથા બાબુભાઇ પટેલે તમામ પરીવારોને મદદરૂપ થવા પહેલ કરી સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી. દાતા ચીમનભાઇ વાછાણી તથા કનુભાઇ પટેલે શુભેચ્છા પાઠવી હતી. સમારોહને સફળ બનાવવા આર.સી.પટેલ, સી.એન. જાવીયા, વી.ડી.ઠક્કર, મણીભાઇ ઘોડાસરા, ધીરૂભાઇ ઝાલાવડીયા, મગનભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ પટેલ, નરોતમભાઇ ફળદુ, નટુભાઇ કણસાગરા, મગનભાઇ વાછાણી, જમનભાઇ સાપરીયા, જાદવભાઇ કનેરીયા, લલીતભાઇ સરડવા, રમણીકભાઇ કણસાગરા, ધીરૂભાઇ ફળદુ, હરેશભાઇ મારડીયા, ભાવેશ ભટ્ટ, જયેશ ત્રાંબડીયા, શૈલેષ ડઢાણીયા, મહેશ બાવરવા, જયંતીભાઇ ચપલા, ઉદયભાઇ કાલાવડીયા, મયુર ડેડાણીયા, આર.કે.ઝાલાવડીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગનભાઇ ઝાલાવડીયા તથા આભારવિધિ સી.એન.જાવીયાએ કરેલ.

(3:34 pm IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST