Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા આયોજીત મેરેથોનના લોગાનું અનાવરણ કરતા પદાધિકારીઓ

 રાજકોટઃરોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા આગામી તા.૨૯ ડીસેમ્બરના રોજ રાજકોટ મેરેથોનનુ આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ લોગાનું અનાવરણ કરતા મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર તેમજ રોટરી કલબના ચેરમેન દિવ્યેશભાઈ અઘેરા, સી.ઓ. ચેરમેન દીપકભાઈ મહેતા, પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ અમૃતિયા, સેક્રેટરી વિશાળ અંબાસણા તથા રોટરી મીડટાઉનની ટીમ વિગેરે ઉપસ્થિત રહેલ.જેમાં હાફ મેરેથોન ૨૧.૦૯૭ કી.મી., ચેલેન્જ રન ૧૦ કી.મી., રંગીલું રાજકોટ રન ૫ કી.મી., તથા દિવ્યાંગ રન ૧ કી.મી. મેરેથોન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

(3:33 pm IST)
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST

  • ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત તરીકે શ્રી અનુમુલા ગીતેશ સરમા ની નિમણુંક : ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે access_time 8:10 pm IST