Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ચિત્ર શિક્ષક અમિતાબેનને વિદાયમાન

 બાઇસાહેબબા ગર્લ્સ હાઇસ્કુલના ચિત્ર શિક્ષક અમિતાબેન જે બાવનીયાનો વિદાય સમારંભ તાજેતરમાં યોજાયો હતો. રમેશભાઇ ઉપાધ્યાય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, સિધ્ધરાજસિંહ ઝાલા જીલ્લા શિક્ષકસંઘના પ્રમુખ, રજનીભાઇ ત્રિવેદી જીલ્લા કલા શિક્ષક સંઘના પ્રમુખ, અશોકભાઇ સેતા કરણસિંહજી હાઇસ્કુલના આચાયસ્શ્રી, બાઇસાહેબબા સ્કુલના આચાર્યશ્રી બીનાબેન જોબનપુત્રા મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

(3:33 pm IST)
  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા પર રોક લગાવવા સુનાવણી હાથ ધરાવશેઃ ગત સપ્તાહે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે access_time 11:25 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST

  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST