Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા ગરબે રમે....

 રાજકોટ : શહેરની મધ્યમાં આવેલ ૧ કોલેજવાડી ખાતે છેલ્લા ૫૫ વર્ષથી શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વનું ભકિતભાવથી આયોજન કરવામાં આવેલ છે. ગરબી મંડળની ૨૫ બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ગરબી મંડળની બાળાઓના તાલી રાસ, વાટકી, ટિપ્પણી રાસ, ખંજરી રાસ, મંજીરા રાસ, બેડા રાસ સહિતના રાસે ભારે આકર્ષણ જમાવ્યુ છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા પ્રગતિબેન જોષી, અનસુયાબેન જોષી, આરતીબેન, નેહાબેન, ઉષાબેન, જયોતિબેન, ધારાબેન સહિતના જહેમત ઉઠાવે છે. સાજીંદા વૃંદમાં મીતભાઈ, જશરાજભાઈ, રાજભાઈ, પાર્થભાઈ સહિતના સેવા આપે છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબે ઘૂમતી બાળાઓ  નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:06 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા પર રોક લગાવવા સુનાવણી હાથ ધરાવશેઃ ગત સપ્તાહે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે access_time 11:25 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST